સેહવાગના મતે T20 WC સ્ક્વોડમાં શિવમ દુબે આ ખેલાડીઓ માટે બનશે જોખમી
પૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન અને હાલના એક્સપર્ટ વિરેન્દર સેહવાગનું માનવું છે કે 1 જૂનથી શરૂ થતા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં શિવમ દુબે સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓ માટે જોખમી બની શકે છે. શિવમ દુબે જ્યારથી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમમાં એન્ટ્રી થઈ છે ત્યારથી તે ધમાલ મચાવી રહ્યો છે. સ્પિનર્સ વિરુદ્ધ મોટા મોટા શૉટ લગાવવાની તેની તાકત છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં પણ શિવમ દુબે શાનદાર ફોર્મમાં નજરે પડી રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં પણ જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના બધા ખેલાડી સંઘર્ષ કરતા નજરે પડી રહ્યા હતા, ત્યારે શિવમ દુબેએ 24 બૉલમાં 2 ફોર અને 4 સિક્સની મદદથી 45 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. શિવમ દુબે બાબતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ બાદ વાત કરતા વિરેન્દર સેહવાગે કહ્યું કે, તે (દુબે) જે પ્રકારના ફોર્મમાં છે, T20 વર્લ્ડ કપ માટે તેની ટિકિટ પક્કી હોવી જોઈએ. તેણે ઘણા ખેલાડીઓને દબાવમાં નાખ્યા છે, પછી તે શ્રેયસ ઐય્યર હોય, કે.એલ. રાહુલ હોય, સૂર્યકુમાર યાદવ હોય કે મિડલ ઓર્ડરના અન્ય બેટ્સમેન હોય. અહી સુધી કે રિષભ પંત પણ.
બીજાઓએ જો T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવવી હોય તો હવે સતત સારું પ્રદર્શન કરવું પડશે અને એ જ આગળનો રસ્તો હોવો જોઈએ. સેહવાગે અંતે સિલેક્ટર્સને વિનંતી કરી કે T20 વર્લ્ડ કપ ટીમાં એ જ ખેલાડીઓને પસંદ કરે જે ફોર્મમાં હોય. તો પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહનું પણ એ જ માનવું છે. તેનું કહેવું છે કે T20 વર્લ્ડ કપમાં શિવમ દુબે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેણે X પર લખ્યું કે, શિવમ દૂબેની ફિલ્ડને સરળતાથી ભેદતા જોઈને સારું લાગ્યું. મને લાગે છે કે તેણે T20 વર્લ્ડ કપમાં હોવું જોઈએ. તેની પાસે જેમ ચેન્જર બનવા માટે સ્કિલ છે.
ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 45 રનની ઇનિંગ રમી, જ્યારે અજિંક્ય રહાણેએ 35 અને જાડેજાએ 31 રનની ઇનિંગ રમી હતી. તો 166 રનનો ટારગેટ હાંસલ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે 18.1 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp