સેહવાગે ઓસ્ટ્રેલિયા સામે જીતવાનો આપ્યો ફોર્મ્યૂલા, જણાવ્યું શું કરવુ જરૂરી

PC: timesnownews.com

ICC વન-ડે વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે. વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત શાનદાર અંદાજમાં થઈ છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને વર્ષ 2019ના વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપ અગાઉ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ તો રહી વન-ડે વર્લ્ડ કપની પહેલી મેચની વાત, પરંતુ ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે.

આ મેચ ચેન્નાઈમાં રમાશે. તો પૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગે જણાવ્યું હતું કે, આ મેચમાં કયા પ્રકારે ભારતીય ટીમ જીત મેળવી શકે છે. સેહવાગે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટીમ સ્પિનર્સ વિરુદ્ધ ખૂબ ફસાય છે અને આ જ કારણે ભારતીય ટીમ સ્પિનર્સ સાથે તેના પર એટેક કરે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈમાં મેચ રમાશે. આ અગાઉ બંને દેશો વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. જો કે, ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ જીત હાંસલ કરી હતી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની બંને વોર્મ-અપ મેચ પણ ભારત વિરુદ્ધ જીતી.

આ કારણે એમ લાગી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા હવે ફોર્મમાં છે. વિરેન્દર સેહવાગનું માનવું છે કે, જો પીચથી સ્પિનર્સને મદદ મળે તો ભારતીય ટીમે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ અને પૂરા સ્પિનર્સ સાથે એટેક કરે. ચેન્નાઈમાં સામાન્ય રીતે સ્લો અને ટર્નિંગ પીચ હોય છે. આપણો સ્પિન ડિપાર્ટમેન્ટ ખૂબ શાનદાર છે. રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા ટીમનો હિસ્સો છે. અમે હાલમાં જ જોયું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમને સ્પિનર્સ સામે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. તે પહેલી બે મેચ ભારત વિરુદ્ધ વન-ડે સીરિઝમાં હારી ગઈ હતી.

ત્રીજી વન-ડે મેચ દરમિયાન એટલું વધારે ટર્ન મળ્યું નહોતું અને આ કારણે ઓસ્ટ્રેલિયન ટીમ સારી રમી અને જીત હાંસલ કરી. એ જ રીતે ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં 3 સ્પિનર્સ સાથે ઉતરવાની સલાહ આપી છે. ખેર હવે જોવાનું એ રહેશે કે પહેલી મેચમાં ભારતીય ટીમ કેવી પ્લેઇંગ ઇલેવનને સાથે ઉતરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp