દ્રવિડ કાર્યકાળ આગળ વધારવાના મૂડમાં નથી, આ દિગ્ગજ બની શકે છે હેડ કોચ

PC: hindustantimes.com

વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો છે. હવે દ્રવિડના સ્થાને ભારતીય ક્રિકેટ ટીમ માટે કોચિંગની જવાબદારી વીવીએસ લક્ષ્મણ ભજવી શકે છે. રિપોર્ટ પ્રમાણે રાહુલ દ્રવિડ પોતાનો કાર્યકાળ આગળ વધારવાના મૂડમાં નથી. તો એવામાં વીવીએસ લક્ષ્મણને આવનારા કોચના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. NDTVના સૂત્રો અનુસાર, વીવીએસ લક્ષ્મણ સાથે BCCI આ વિશે વાત કરી રહી છે. જણાવીએ કે, ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝ માટે લક્ષ્મણને ભારતીય ટીમના કોચ તરીકે નીમવામાં આવ્યા છે. બીજી બાજુ રાહુલ દ્રવિડનો 2 વર્ષનો કરાર વનડે વર્લ્ડ કપ પછી સમાપ્ત થઇ ગયો છે.

રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી હતી. જોકે, ભારતે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પણ પહોંચવામાં સફળ રહી હતી.

દ્રવિડની કોચિંગમાં ભારતે એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હાર બાદ રાહુલ દ્રવિડે પોતાના કોચ તરીકેના ભવિષ્યને લઇ વાત કરી હતી. દ્રવિડે કહ્યું હતું કે, મેં આના વિશે વિચાર્યું નથી. હું હમણા જ રમીને આવ્યો છું. મારી પાસે આના વિશે વિચારવાનો સમય નહોતો અને આના પર વિચાર કરવાનો પણ સમય નથી. જ્યારે મને આવું કરવાનો સમય મળશે ત્યારે હું આવું કરીશ. પણ આ સમયે હું સંપૂર્ણ રીતે આ અભિયાન પર મારું ધ્યાન હતું. જે આ વર્લ્ડ કપ પર કેન્દ્રિત હતું. મારા દિમાગમાં બીજુ કશું નહોતું. અને ભવિષ્યમાં શું થશે તેના વિશે મેં કોઇ અન્ય વિચાર કર્યા નથી.

ભારત પાછલી ICC ઈવેન્ટમાં પણ સેમીફાઈનલમાં હારી હતી. 2022 ટી20 વર્લ્ડ કપમાં પણ ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તો હવે વનડે વર્લ્ડ કપમાં ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં રાહુલ દ્રવિડ આ દરમિયાન ટીમના હેડ કોચ રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp