Video: અશ્વિન સામે કાંગારૂ વોર્નરને હીરોપંતી પડી ભારે

PC: indiatimes.com

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વનડે સીરિઝની બીજી મેચ ઈંદોરમાં રમાઇ હતી. જેમાં ભારતે DLSના આધારે 99 રનથી જીત હાંસલ કરી. નાના મેદાન પર પહેલા બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 400 રનનો ટાર્ગેટ આપ્યો. ત્યાર પછી બીજી જ ઓવરમાં કંગારૂઓના બે બેટ્સમેનોને આઉટ કર્યા. તો અશ્વિને (Ashwin) 3 વિકેટ લઇને ભારતની જીત પાક્કી કરી દીધી. આ મેચમાં ડેવિડ વોર્નર અને અશ્વિનની વચ્ચે રસપ્રદ પ્રતિદ્વંદ્ધતા જોવા મળી.

લેફ્ટી વોર્નર બન્યો રાઇટ હેન્ડર

ડેવિડ વોર્નર લેફ્ટહેન્ડ બેટ્સમેન છે. પણ અશ્વિનની ઓફ સ્પિનને ટેકલ કરવા માટે તેણે રાઇટ હેન્ડથી બેટિંગ કરી. ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 13મી ઓવરમાં તેણે રાઇટ હેન્ડ વડે રમતા અશ્વિનને ચોગ્ગો ફટકાર્યો. પછી એક રન લીધો. 15મી ઓવરમાં પણ અશ્વિન સામે વોર્નરે રાઇટ હેન્ડ વડે બેટિંગ કરી. પણ આ વખતે તેણે રિવર્સ સ્વીપ કરવાની કોશિશ કરી. જેમાં તેણે બેલેન્સ ગુમાવ્યો અને વોર્નર પડી ગયો.

આઉટ નહોતો વોર્નર

રિવર્સ સ્વીપ કરવાની કોશિશમાં અશ્વિનની કેરમ બોલ ડેવિડના પગ પર જઇ લાગી. અમ્પાયરે તેને આઉટ આપ્યો. વોર્નરે પોતાના સાથીને ડીઆરએસ માટે પૂછ્યું પણ તેણે લેવાની ના પાડી દીધી અને પેવેલિયન ગયો. જોકે બોલ વોર્નરની બેટને લાગ્યા પછી તેના પગ પર લાગ્યો હતો. વોર્નર શોટ રમવામાં એવો પડ્યો કે તેને ખબર જ ન પડી કે બોલ બેટ પર લાગ્યો છે કે નહીં. માટે અશ્વિનને તેની વિકેટ મળી ગઇ.

ખેર, ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે મેચમાં ભારતના અનુભવી સ્પિનર અશ્વિને 7 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી. તેની બોલિંગને કારણે જ ઓસ્ટ્રેલિયાની ટીમ 317 રનના જવાબમાં 217 રને ઓલઆઉટ થઇ ગઇ. આની સાથે જ વર્લ્ડ કપમાં અશ્વિનના રમવાના ચાન્સ લગભગ નક્કી જેવા લાગી રહ્યા છે. અક્ષર પટેલની ઈન્જરીને કારણે તેના સ્થાને અશ્વિનના રમવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચોની સીરિઝમાં ભારતીય ટીમને 2-0ની લીડ મળી ગઇ છે. આની સાથે જ ભારતે સીરિઝ પર કબ્જો મેળવી લીધો છે. આ પહેલા મોહાલીમાં રમાયેલી મેચમાં ભારતે મેચ 5 વિકેટથી પોતાના નામે કરી હતી. સીરિઝની છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં રમાશે. તે મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત બધા પ્રમુખ ખેલાડીઓ ટીમમાં વાપસી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp