મેચ બાદ કોહલી-બાબરની આ હરકત જોઈ ભડક્યો વસીમ અકરમ, Video

PC: twitter.com

શનિવારે ભારતે અમદાવાદમાં પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાવી દીધી હતી અને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આઠમાંથી આઠ મેચ જીતવાનો રેકોર્ડ બનાવી દીધો હતો. મેચ બાદ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિરાટ કોહલી અને પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા અને કોહલી સાઇન કરેલી ટીશર્ટ પણ બાબરને આપી રહ્યો હતો. પરંતુ બંનેની દોસ્તી પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વસીમ અકરમને પસંદ નથી પડી એવું લાગે છે.

આ વીડિયો વાયરલ થતા વસીમ અકરમે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો ક્લાસ લીધો હતો. તેણે કહ્યું હતું કે, આવી કારમી હાર બાદ બાબર આઝમને આ બધી વસ્તુઓ ગ્રાઉન્ડ વચ્ચે ન કરવી જોઈએ. અકરમે એક ટીવી શોમાં ફેનના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, જ્યારે મેં ટીશર્ટ લેતી તસવીર જોઈ, ત્યારે મેં કહ્યું કે આજે આવું કરવાનો દિવસ નહોતો. જો તમારા કાકાના દીકરાએ તમને કોહલી પાસેથી ટીશર્ટ લાવવા માટે કહ્યું હોય તો મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં આવું કરવું જોઈએ.

બાબર આઝમે કોના પર ફોડ્યો હારનો ઠીકરો

વન-ડે વર્લ્ડ કપની મેચમાં બાબર આઝમની કેપ્ટન્સીવાળી પાકિસ્તાની ટીમને ભારતીય ટીમ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. 14 ઓક્ટોબર (શનિવારના રોજ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમ 42.5 ઓવરોમાં 191 રનો પર જ સમેટાઇ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 30.3 ઓવરમાં જ ટારગેટ હાંસલ કરી લીધો. વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ સતત ત્રીજી જીત છે. હવે ભારતીય ટીમ 19 ઓક્ટોબરના રોજ પૂણેમાં બાંગ્લાદેશી ટીમનો સામનો કરશે.

 
 
 
View this post on Instagram

A post shared by ICC (@icc)

ભારત વિરુદ્ધની આ મેચમાં પાકિસ્તાને એક સમયે 2 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ આખી ટીમ ટ્રેક પરથી ઉતરી ગઈ. પાકિસ્તાની ટીમે અંતિમ 8 વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી દીધી અને મેચ તેના હાથમાંથી નીકળી ગઈ. હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝાનું દર્દ છલકાય પડ્યું. બાબર આઝમે હાર માટે બેટ્સમેનો અને બોલરો પર ઠીકરો ફોડ્યો. બાબર આઝમે કહ્યું કે, અમે સારી શરૂઆત કરી અને સારી પાર્ટનરશિપ થઈ. હું અને રિઝવાન નેચરલ રમવા માગતા હતા. અચાનક કોલેપ્સ થઈ ગયો અને અમે સારી રીતે ફિનિશ ન કરી શક્યા.

તેણે કહ્યું કે, જે પ્રકારે અમે શરૂઆત કરી, અમે 280-290નો ટારગેટ રાખવા માગતા હતા. નવા બૉલથી અમે આશા મુજબ પ્રદર્શન ન કરી શક્યા. રોહિત શર્મા જે પ્રકારે રમ્યો તે ખૂબ જ શાનદાર ઇનિંગ હતી. અમે માત્ર વિકેટ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમ ન થઈ શક્યું. તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીત બાદ કહ્યું કે, આજે પણ બોલર જ હતા જેમણે અમારા માટે ગેમ બનાવી. મને નથી લાગતું કે આ 190ની પીચ હતી. એક સમયે અમે 280 તરફ જોઈ રહ્યા હતા, જે પ્રકારે બોલરોએ ધૈર્ય દેખાડ્યું, તે ઘણું બધુ કહે છે. આ એવી વસ્તુ છે જેના પર અમને ગર્વ છે, જેને પણ બૉલ મળે છે, તે પોતાની ભૂમિકા નિભાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp