હાર્દિક પંડ્યાના મુદ્દે વસીમ અકરમે ભારત-પાકિસ્તાનના ફેન્સની ઝાટકણી કાઢી

PC: ICC

IPLની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. રોહિત શર્માના ફેન્સને આ વાત પસંદ નહોતી આવી અને સોશિયલ મીડિયાથી લઈને મેદાન સુધી રોહિતના ફેન્સે હાર્દિક પંડ્યાની ઝાટકણી કાઢી હતી અને તેનો હુરિયો પણ બોલાવ્યો હતો. હજુ પણ હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવામાં આવે છે.  એવું નથી કે હાર્દિકને માત્ર સોશિયલ મીડિયા પર જ ટ્રોલ કરવામાં આવ્યો હોય. સ્ટેડિયમમાં મેચ દરમિયાન પણ ચાહકો હાર્દિક પંડ્યા પર ગરમ જોવા મળ્યા હતા. આ અંગે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી વસીમ અકરમે કહ્યું છે કે તેણે વધુ એક વર્ષ રાહ જોવી જોઈએ અને રોહિતને કેપ્ટન તરીકે ચાલુ રાખવો જોઈએ.

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આ સૌથી મોટી સમસ્યા છે. અમે આ બાબતોને ભૂલતા નથી. અંતે તે તમારો કેપ્ટન જ રહેશે. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે અને તે તમને જીતાડશે. તમારી પોતાની ટીમના ખેલાડીને ટ્રોલ કરવાનો કોઈ અર્થ નથી. તમે થોડી ટીકા કરી શકો છો પણ હવે તમારે તેનાથી ઉપર ઊઠવું જોઈએ.

આપણા દેશોના ફેન્સ આગળ નથી વધતા, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. મને લાગે છે ચાહકોએ થોડા શાંત રહેવું જોઈએ. છેવટે એ છે તો તમારો જ ખેલાડી. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે અને તમને જીત અપાવવામાંથી એક ખેલાડી પણ એ જ હશે. પોતાના જ પ્લેયરનો હુરિયો બોલાવવાનો કોઈ પોઈન્ટ નથી. થોડી ટીકા થાય તો ચાલે પણ પછી આગળ વધી જવું જોઈએ.

વસીમ અકરમે વધુમાં કહ્યું કે, રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ માટે કન્ટીન્યુ રાખવું જોઈએ. આવુ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં થાય છે. જુઓ CSKએ લાંબા ગાળાના નિર્ણય માટે પોતાનો કેપ્ટન બદલ્યો. શક્ય છે કે આ કારણે જ મુંબઈ ઈન્ડિયન્સે પણ પંડ્યાને કેપ્ટન બનાવ્યો હોય. આ મારું અંગત કારણ નથી પરંતુ મારા મતે રોહિત શર્માને વધુ એક વર્ષ માટે કેપ્ટનશિપ સોંપવી જોઈતી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવો જોઈતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp