ઈમાદ વસીમના જુઠ્ઠાણાંનો પર્દાફાસ, પૂર્વ ચીફ સિલેક્ટરે ખોલ્યું રહસ્ય

PC: cricketaddictor.com

પાકિસ્તાનને T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ સામે 6 રને હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં આ સતત બીજી હાર છે અને તેના આગામી રાઉન્ડમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. પાકિસ્તાન પોતાની પહેલી મેચમાં અમેરિકા વિરુદ્ધ ઉલટફેરનો શિકાર થયું હતું. ઓલરાઉન્ડર ઈમાદ વસીમ અનફિટ હોવાના કારણે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની મેચમાં ન ઉતર્યો. જો કે, ઈમાદ વસીમને ભારત વિરુદ્ધ ચાંસ આપવામાં આવ્યો, પરંતુ તે છાપ ન છોડી શક્યો.

પૂર્વ પાકિસ્તાની ચીફ સિલેક્ટ મોહમ્મદ વસીમે ઈમાદ વસીમને લઈને સનસનીખેજ ખુલાસો કર્યો છે. પૂર્વ સિલેક્ટરે કહ્યું કે, ઈમાદ વસીમ પોતાની ઇજા બાબતે ખોટું બોલ્યો છે. મોહમ્મદ વસીમે એક પાકિસ્તાની ટીવી ચેનલ પર કહું કે, ફિટનેસની વાતો અત્યારે ખૂલીને સામે આવશે. એ વાતો કોઇથી નહીં છુપાય. તેણે પાસળીની ઇજા બાબતે જણાવ્યું હતું, પરંતુ તેના ઘૂંટણમાં ઇજા છે. તેણે એ ઇજા છુપાવી. તેની આ પરેશાની તમને રનિંગ બિટવિન ધ વિકેટ (વિકેટો વચ્ચે દોડ), બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ નજરે પડશે.

જ્યારે તમે વસ્તુઓ સાથે કોમ્પ્રોમાઇઝ કરશો, પછી એ ફિટનેસ, ક્વાલિટી કે એક્સપિરિયન્સના નામ પર હોય તો અસર પડે છે. પૂર્વ ચીફ સિલેક્ટરનું માનવું છે કે, કેટલાક ખેલાડીઓની વાપસીથી ટીમનો માહોલ ખરાબ થયો છે. તેમણે કહ્યું કે, જે છોકરાઓ માટે દેશથી વધારે આર્થિક પહેલું મહત્ત્વ ધરાવે છે, તમે તેને વારંવાર ટીમમાં બોલાવી લાવો છો, તો શું માહોલ રહેશે. અત્યારે ઘણા લોકો વાત કરી રહ્યા છે કે 2 વર્ષ અગાઉ ટીમની યુનિટી ખૂબ સારી હતી અને પરિણામ પણ સારા હતા.

તેનું કારણ એ હતું કે કેટલાક કેરેક્ટર નહોતા. જ્યારે તમે એ જ કેરેક્ટરને ફરી લઈને આવ્યા છો, તો ટીમનું પરિણામ અને ટીમનો માહોલ પણ તમારી સામે છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઈમાદ વસીમે ગયા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ તેણે માર્ચ 2024માં સંન્યાસથી યુટર્ન લઈ લીધું. તેને ન્યૂઝીલેન્ડ, આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવાનો ચાન્સ મળ્યો અને પછી T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરવામાં આવ્યો. ઈમાદ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ અમીરે પણ સંન્યાસ પરત લીધો. મોહમ્મદ અમીરે પણ પાકિસ્તાનની વર્લ્ડ કપની ટીમમાં છે. તેણે 3 વર્ષ કરતા વધુ સમય બાદ પાકિસ્તાનની સીમિત ઓવરોની ટીમમાં જગ્યા બનાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp