વસીમ જાફરે માઈકલ વોનને તેની ભાષામાં આપ્યો જવાબ, જાણો કોની સાથે જોડાયેલો છે મામલો

PC: indianexpress.com

તમે ઘણી વખત જોયું હશે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનસર વસીમ જાફર અને ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વોન સોશિયલ મીડિયામાં એકબીજા સાથે ટકરાતા રહે છે. બંને દિગ્ગજો વચ્ચે કોઈ પમ રીતના મતભેદ નથી પરંતુ બંને ઘણી વખત એકબીજાના પગ ખેંચતા જોવા મળ્યા છે. તેવું જ એક ફરી વખત જોવા મળ્યું છે, જ્યારે વસીમ જાફરે માઈકલ વોનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. અસલમાં જ્યારે ઋષભ પંતે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ શતક ફટકાર્યું તો માઈકલ વોને ટ્વીટ કરીને લખ્યું હતું કે, આ જોવું ઘણું સારું છે. ઋષભ પંત જોબી બેયરસ્ટો જેવું રમ્યો.

બેયરસ્ટોએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દમદાર રમત રમી હતી અને બે શતક માર્યા હતા. જ્યારે પંત હંમેશાંની જેમ પોતાની શૈલીમાં રમતો જોવા મળ્યો હતો. તેમછતાં માઈકલે તેમાં બેયરસ્ટોને જોડ્યો, જે વસીમને પસંદ આવ્યું ન હતું. તેવામાં જ્યારે બેયરસ્ટોએ શતક માર્યું તો વસીમ જાફર પણ ચૂપ રહેવાના ક્યા હતા. વસીમે ટ્વીટ કરીને લખ્યું છે- આ જોઈને સારું લાગ્યું કે જોની બેયરસ્ટો ઋષભ પંત જેવું રમ્યો. વસીમે તે જ ભાષાનો ઉપયોગ કર્યો, જે વોને પોતાના ટ્વીટમાં વાત કરી હતી. જણાવી દઈએ કે માઈકલ વોન અને વસીમ જાફર બંને આ મેચને જોવા માટે એજબેસ્ટન પણ પહોંચ્યા હતા. જોકે બંનેની મુલાકાત થઈ હતી કે નહીં, આ ખબર નથી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ટીમ ઈન્ડનિયાના નામ પર રહ્યો હતો. ગઈકાલના દિવસે ત્રણમાંથી બે સેશન જીતીની ભારતે મેજબાન ટમ પર પોતાનો દબદબો બનાવી રાખેલો જોવા મળ્યો હતો. ભારતે ત્રીજા દિવસના અંત સુધીમાં 3 વિકેટના નુકસાન પર 125 રન બનાવ્યા હતા. ક્રીઝ પર ચેતેશ્વર પૂજારા 50 અને ઋષભ પંત 30 રન બનાવીને રમી રહ્યા હતા. ભારતે હવે ઈંગ્લેન્ડને 257 રનની બઢત બનાવી લીધી છે.  ભારતે ત્રીજા દિવસે શુભમન ગિલ, હનુમા વિહારી અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવી હતી. આ પહેલા ઈંગ્લેન્ડે ત્રીજા દિવસની શરૂઆત 84/5થી કરી હતી. બેયરસ્ટોના શતકના દમ પર ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમા 284 રન બનાવી શકી હતી. ભારતની ટીમ તરફથી મોહમ્મદ સિરાજે ચાર વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp