વસીમ જાફરે T20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 ખેલાડીની ટીમ, હાર્દિક પંડ્યાને...

PC: twitter.com

આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં કોનો સમાવેશ કરવામાં આવશે, તેને લઈને અત્યારે તો ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. પ્લેયરો પણ IPLમા ધમાકેદાર પ્રદર્શન કરીને પોતાની વર્લ્ડ કપની ટિકિટ ફાઈનલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ફેન્સ તો પોતાનો મત આપી જ રહ્યા છે કે, વર્લ્ડ કપ માટે કયા ખેલાડીને સ્થાન મળવું જોઈએ અને કયા ખેલાડીને સ્થાન ન મળવું જોઈએ, પરંતુ આમાં પૂર્વ ક્રિકેટરો પણ બાકાત નથી.

પૂર્વ ક્રિકેટરો પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી રહ્યા છે, જેમાં તેઓ કયા ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળવું જોઈએ, તે અંગે જણાવે છે. આ બધા વચ્ચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે પણ પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં વસીમ જાફરે હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન આપ્યું છે, તેણે રિંકુ સિંહ, શિવમ દૂબે અને વિરાટ કોહલીને પણ ટીમમાં સ્થાન આપ્યું છે.

જાફરે કે.એલ રાહુલ શુભમન ગીલની બાદબાકી કરી છે, જ્યારે રિષભ પંત અને સંજુ સેમસન બંનેને સ્થાન આપ્યું છે. ફાસ્ટ બોલરમાં બૂમરાહ સિવાય અર્શદીપ અને સિરાજને પણ સ્થાન આપ્યું છે. સ્પીનરમાં કુલચાની જોડીને સ્થાન આપ્યું છે. ઓલરાઉન્ડરમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાને જગ્યા આપી છે.

વસીમ જાફરે T20 વર્લ્ડ કપ માટે પસંદ કરેલી 15 ખેલાડીઓની ટીમ...

રોહિત શર્મા

યશસ્વી જૈસવાલ

વિરાટ કોહલી

સૂર્યકુમાર યાદવ

રિષભ પંત

રિંકુ સિંહ

શિવમ દૂબે

હાર્દિક પંડ્યા

અર્શદીપ સિંહ

સંજુ સેમસન

રવિન્દ્ર જાડેજા

યુઝવેન્દ્ર ચહલ

કુલદીપ યાદવ

જસપ્રીત બૂમરાહ

મોહમ્મદ સિરાજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp