આકાશ દીપનો તોફાની બૉલ અને હવામાં ઊડી ગયું સ્ટમ્પ, પછી થયો ગજબનો ડ્રામા

PC: navbharattimes.indiatimes.com

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે, આજથી રાંચીમાં ચોથી ટેસ્ટ શરૂ થઈ છે. ભારત આ સીરિઝમાં 2-1થી આગળ ચાલી રહી છે. રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કરી રહેલા આકાશ દીપે બેન ડકેટના રૂપમાં પહેલો શિકાર કર્યો. જો કે, તેનો પહેલો શિકાર જેક ક્રાઉલી હોત, પરંતુ તેના બૉલને નો બૉલ ન આપવામાં આવ્યો હોત તો! આકાશ દીપ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પેહલા સ્પેલમાં એક સારી છાપ છોડવામાં સફળ રહ્યો.

આકાશના શાનદાર બૉલે જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો, પરંતુ ભારતના બોલરના બૉલને અમ્પાયરે નો બૉલ આપી દીધો અને પછી ભારતીય ટીમનું સેલિબ્રેશન શાંત થઈ ગયું. જેક ક્રાઉલીનું જ્યારે સ્ટમ્પ ઉડ્યું તો ભારતીય ટીમ અને આકાશ દીપની ખુશી જોતા જ બની રહી હતી, પરંતુ બૉલ કરતી વખત તેનો પગ પીચ બહાર હતો અને અમ્પાયરે આઉટ આપવાની જગ્યાએ નો બૉલ આપી દીધો.

જો કે, આકાશ દીપે પછી એક શાનદાર બૉલ પર જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કરી દીધો. જો કે, આ અગાઉ તેણે ઓપનર બેન ડકેટને વિકેટ પાછળ ધ્રુવ જૂરેલને કેચ આઉટ કરાવીને પોતાનું ખાતું ખોલ્યું તો 2 બૉલની અંદર ઓલી પોપને LBW કર્યો. આ બંને જ વિકેટ DRSથી મળી હતી. આકાશ દીપ માટે આ માત્ર શરૂઆત હતી, જેણે એક જ ઓવરમાં બેન ડકેટ અને ઓલી પોપ જેવા ખેલાડીઓને આઉટ કરીને ડગઆઉટમાં મોકલી દીધા. કેટલીક ઓવરો બાદ ક્રાઉલીની ભૂલની પણ ભરાઈ કરી દીધી.

તેણે ઇંગ્લિશ બેટ્સમેનને એ જ પ્રકારે આઉટ કર્યો. જો કે, આ વખત તેણે સ્ટમ્પ ઉપરથી બૉલ કર્યો, જેનાથી બેલ્સ ઊખડી ગઈ. ઉલ્લેખનીય છે કે ટીમ મેનેજમેન્ટે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ જસપ્રીત બૂમરાહને આરામ આપવાનો નિર્ણય લીધો, જેથી આકાશ દીપને ડેબ્યૂનો અવસર મળ્યો. મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્માએ પણ કહ્યું કે તે આ પીચ પર પહેલા બેટિંગ કરવાનું પસંદ કરતો, પરંતુ આકાશે સાબિત કરી દીધું કે પહેલા બોલિંગ કરવાનો અવસર પણ સારો નહોતો.

ભારતીય ટીમની પ્લેઇંગ XI:

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાજ ખાન, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જૂરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડની ટીમની પ્લેઇંગ XI:

જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, જોની બેયરસ્ટો, બેન ટોક્સ (કેપ્ટન), બેન ફોક (વિકેટકીપર), ટોમ હાર્ટલી, ઓલી રૉબિન્સન, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp