Video: અંતિમ બોલમાં જીતવા માટે જોઈતા હતા 6 રન, શોટ રમ્યા વગર જ જીતી લીધી મેચ

PC: zeenews.india.com

ક્રિકેટમાં છેલ્લા બોલ સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓ છે. પરંતુ ભારતીય ક્રિકેટરોના મગજમાં છેલ્લા બોલનો કિસ્સો યાદ કરીએ તો પાકિસ્તાનના જાવેદ મિયાદાદનો છગ્ગો જ આવે છે. 1980માં શારજાહમાં રમવામાં આવેલી મેચમાં પાકિસ્તાનના આ દિગ્ગજ ખેલાડીએ ચેતન શર્માના બોલ પર છગ્ગો લગાવીને મેચ જીતી લીધી હતી. પરંતુ એવું સંભવ છે કે છેલ્લા બોલમાં 6 રનની જરૂર હોય અને બેટ્સમેન શોટ ન મારે અને તો પણ ટીમ મેચ જીતી જાય. તમને વિશ્વાસ નથી થતો તો તમારે આ વીડિયો જોવો જોઈએ.

વિશ્વાસ કરો તમે આવો વીડિયો પહેલા ક્યારેય જોયો નહીં હોય. હકીકતમાં, બેટિંગ કરનાર ટીમને જીત માટે મેચની અંતિમ બોલ પર 6 રનની જરૂરત હતી. તેમણે આ મેચ જીતી અને જોરદાર વાત તો એ છે કે જ્યારે તેમણે જીત મેળવી ત્યારે પણ મેચમાં એક બોલ ફેંકવાની બાકી રહી હતી.

અંતિમ બોલ. જીતવા માટે જોઈએ 6 રન. બોલ ફક્ત એક બાકી. બોલ ફેંકવાની બાકી રહી ગઈ અને બેટિંગ ટીમ જીતી ગઈ. આ જીતને જોવા માટે તમારે આ વીડિયો જોવા પડશે. વીડિયોમાં સ્પષ્ટ છે કે બોલર અંતિમ બોલ નાખવા માટે 6 વખત બોલિંગ કરે છે. બધા બોલ ઓફ સ્ટમ્પની બહાર, પરંતુ બેટ્સમેનથી દૂર. આ મેચમાં બોલર પર આવેલું પ્રેશર જ કહેવામાં આવશે કે દરેક બોલ વાઈડ આપવામાં આવે છે અને મેચ પૂરી થતા થતા તે મેચમાં સૌથી મોટો વિલન બની જાય છે.

આ મેચ મુંબઈના આદર્શ ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ પર દેસાઈ અને જુની ડોમ્બીવલી વચ્ચે રમવામાં આવી હતી. ડોમ્બીવલીએ દેસાઈ ટીમને 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જીતથી દરેક લોકો ખુશ થાય છે. દેસાઈની ટીમ પણ આ મેચ પછી ઉજવણી કરવામાં વ્યસ્ત થઇ ગઈ હતી. બીજી બાજુ જુની ડોમ્બીવલીના ખેલાડીઓ મેચ પૂરી થયા પછી અંતિમ ઓવર નાખનાર ખાલાડીને ખરીખોટી સંભળાવતા જોવા મળ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp