મેચ પહેલા કેપ્ટન પેટ કમિન્સે કરી ગર્જના- અમે ફાઇનલમાં ભારતનો...

PC: ndtv.in

ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 19 નવેમ્બરે ટૂર્નામેન્ટની ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ભારત સામે થશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, તે ભારત સામેની ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યો છે. કમિન્સે કહ્યું કે પ્રેક્ષકોનું સમર્થન એક ટીમ સાથે રહેશે પરંતુ આ મેચ ખૂબ જ મજા આવવાની છે.

ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું અને આઠમી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, તેમની ટીમ ભારત સામેની ફાઈનલની આતુરતાથી રાહ જોઈ રહી છે.

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં 1 લાખ 30 હજારથી વધુ દર્શકો પહોંચશે. ભારતે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

કમિન્સે મેચ પછી કહ્યું, 'ડગઆઉટમાં બેસવા કરતાં મેદાન પર રહેવું સહેલું હતું. તે થોડા કલાકો ગભરાવી દે તેવા પસાર થયા હતા, પરંતુ ટીમે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા અને તે એક શાનદાર મેચ અમે જીતી લીધી હતી.

કમિન્સે કહ્યું, ફાઇનલમાં સ્ટેડિયમ દર્શકોથી સંપૂર્ણપણે ભરેલું હશે. કદાચ પ્રેક્ષકોનો ટેકો એકતરફી હશે, પણ અમે તેનો આનંદ ઉઠાવીશું. અમારા માટે સારી વાત એ છે કે, અમારા કેટલાક ખેલાડીઓ અગાઉ પણ ફાઈનલનો ભાગ બની ચૂક્યા છે. 2015નો વર્લ્ડ કપ અમારી કારકિર્દીની ખાસિયત હતી, તેથી હવે અમારે ભારતમાં ફાઈનલ રમવાની છે, જેના માટે અમે આતુર છીએ.

પેટ કમિન્સે કહ્યું કે, તેને ખ્યાલ હતો કે પિચ પર સ્પિન જબરદસ્ત હશે. તેણે કહ્યું, 'અમને લાગ્યું કે પિચ પર સ્પિન હશે. અમને અપેક્ષા નહોતી કે સ્ટાર્ક અને હેઝલવુડ પાસે આટલી વહેલી બોલિંગ કરાવવી પડશે. વાદળછાયું વાતાવરણ હતું અને બોલ પણ સ્વિંગ થઈ રહ્યો હતો, તેથી અમે નિરાશ થયા ન હતા.'

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે વધુમાં કહ્યું કે, તેની ટીમે તેના ફિલ્ડિંગ લેવલમાં ઘણો સુધારો કર્યો છે. કમિન્સે કહ્યું, 'અમે આ વિશે ઘણી વાત કરી. ટૂર્નામેન્ટની શરૂઆતમાં અમારી ફિલ્ડિંગ થોડી ખરાબ હતી. ડેવિડ વોર્નર 37 વર્ષની ઉંમરે પણ ડાઇવિંગ કરતો જોવા મળે છે. અમે ઘણો સુધારો કર્યો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp