વિવાદોમાં બ્રાયન લારાનું પુસ્તક, વિવ રિચર્ડ્સ પર લગાવ્યા આરોપ, રડાવતા હતા...
વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ મહાન બેટ્સમેન અને ટીમના કેપ્ટન રહેલા બ્રાયન લારા વિવાદોમાં ઘેરાઇ ગયા છે. બ્રાયન લારાએ હાલમાં જ પોતાના એક પુસ્તકનું વિમોચન કર્યું હતું, જેમાં તેમણે એવું કંઇક લખી દીધું છે જે તેમના પૂર્વ સાથી ખેલાડીઓને પસંદ આવ્યું નથી કેમ કે તેમાં ખોટી વાતો લખવામાં આવી છે. બ્રાયન લારાના પૂર્વ સાથી કાર્લ હૂપર અને મહાન બેટ્સમેન વિવિયન રિચર્ડ્સે આ પુસ્તકમાં છપાયેલા કેટલાક નિવેદનો પર આપત્તિ દર્શાવી છે અને તેમને માફી માગવા કહ્યું છે.
કાર્લ હૂપર અને વિવ રિચર્ડ્સને લઇને લારાએ પોતાના પુસ્તક ‘લારા: ધ ઇંગ્લેન્ડ ક્રોનિકલ્સ’માં લખ્યું છે કે વિવ રિચર્ડ્સનો અવાજ ડ્રેસિંગ રૂમમાં ડરામણો રહેતો હતો અને તેઓ કાર્લ હૂપરને અઠવાડિયા એક વખત રડાવતા હતા. બંને દિગ્ગજોએ તેને ખોટું નિવેદન બતાવ્યું અને તેઓ તેનાથી નારાજ છે. કાર્લ હૂપર અને વિવ રિચર્ડ્સે પોતાનું સંયુક્ત નિવેદન જાહેર કરતા કહ્યું કે, તેના માટે બ્રાયન લારાએ માફી માગવી જોઇએ. તેમણે કહ્યું કે, સર વિવિયન રિચર્ડ્સ અને કાર્લ હૂપર બ્રાયન લારાના હાલમાં જ પ્રકાશિત પુસ્તકમાં તેમની બાબતે ઘણી પ્રસ્તુઓથી ખૂબ નિરાશ છે.
તેમણે કહ્યું કે, પ્રસ્તુત આરોપ ન માત્ર તેમના સંબંધની વાસ્તવિકતાને વિકૃત કરે છે, પરંતુ તેમના ચરિત્ર પર પણ અન્યાયપૂર્ણ અને હાનિકારક રીતે આક્ષેપ લગાવે છે. લારાએ પોતાના પુસ્તકમાં લખ્યું કે, રિચર્ડ્સ તેમને 3 અઠવાડિયામાં એક વખત રડાવતા હતા, પરંતુ કાર્લ હૂપર દર અઠવાડિયે રડતા હતા. લારા: ધ ઇંગ્લેન્ડ ક્રોનિકલ્સ’માં લખ્યું કે, વિવ મને દર 3 અઠવાડિયામાં રડાવતા હતા, પરંતુ તેઓ કાર્લને અઠવાડિયામાં એક વખત રડાવતા હતા. વિવના અવાજનો ટોન ડરામણો છે અને જો તમે એટલા મજબૂત નથી તો તમે તેને વ્યક્તિગત રૂપે લઇ શકો છો અને પ્રભાવિત થઇ શકો છો.
તેમણે કહ્યું કે, હું વાસ્તવમાં તેનાથી ક્યારેય પ્રભાવિત થયો નથી. એક પ્રકારે મેં તેનું સ્વાગત કર્યું, કેમ કે હું તેના એટલો આધીન હતો કે મને ખબર હતી કે દુર્વ્યવહાર થવાનો છે અને હું એક મજબૂત વ્યક્તિત્વવાળો વ્યક્તિ હતો કાર્લ? મને એ વાત પર પૂરો ભરોસો છે કે કાર્લ વિવ રિચર્ડ્સથી દૂર રહેતા હતા. જો કે, હૂપરે એવી કોઇ પણ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું કે વિવિયન રિચર્ડ્સથી તેમને ક્યારેય કોઇ ભાવાત્મક પરેશાની થઇ નથી. તેમણે હંમેશાં ઉત્સાહવર્ધક માર્ગદર્શકની જેમ કામ કર્યું અને અતૂટ સમર્થન પ્રદાન કર્યું.
તેમણે નિવેદનમાં કહ્યું કે, આ દાવો કે સર વિવિયન રિચર્ડ્સ કાર્લ હૂપર પ્રત્યે આક્રમક હતા અને તેમને અઠવાડિયામાં એક વખત રડાવતા હતા. એ એકદમ ખોટું છે. આ પ્રકારનું વિવરણ સર વિવિયનને ભાવાત્મક દુર્વ્યવહારના ગુનેગારના રૂપમાં ચિત્રિત કરે છે. એક એવો દાવો જે ન માત્ર નિરાધાર છે, પરંતુ બંને પક્ષો માટે ખૂબ દુઃખદાયક પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp