પાકિસ્તાનને કંઈ રીતે હરાવ્યું, અમેરિકન બોલરે જણાવી રણનીતિ
ICC T20 વર્લ્ડ કપ 2024ની લીગ રાઉન્ડ મેચમાં પાકિસ્તાની ટીમને અમેરિકન ટીમ સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. T20 વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર માનવામાં આવ્યો હતો. આ મેચમાં મળેલી હારથી પાકિસ્તાનની સફર લીગ રાઉન્ડમાં જ સમાપ્ત થઈ ગઇ હતી અને ગ્રુપ-Aથી ભારત અને અમેરિકાએ સુપર-8 માટે ક્વાલિફાઈ કર્યું હતું. પાકિસ્તાન વિરુદ્ધ મેચને લઈને પાકિસ્તાની મૂળના અમેરિકન ફાસ્ટ બોલર અલી ખાને કેટલીક મહત્ત્વની વાતો બતાવી છે.
તેણે જણાવ્યું કે, કઇ રીતે T20 વર્લ્ડ કપ 2024 અગાઉ અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ ચક્રવ્યૂહ રચી લીધું હતું. અલી ખાને કહ્યું કે, પાકિસ્તાન એવી ટીમ છે જે અથવા તો સામેવાળી ટીમને તબાહ કરી દે છે કે પોતે પડી જાય છે અને એ દિવસે પાકિસ્તાનની ટીમ પોતે પડી ગઈ. અલી ખાને ટાઇમ્સ ઓફ કરાચી પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફ સાથે વાતચીત દરમિયાન આ બધી વાતો કહી. રાશીદ લતીફે કહ્યું કે, આખું પાકિસ્તાન તારાથી નારાજ છે, તેના પર અલી ખાને કહ્યું કે, ‘આખું પાકિસ્તાન ત્યારે મારાથી વધારે નારાજ થતું, જો હું સુપર ઓવર નાખતો, પરંતુ તેમણે મને બૉલ ન આપ્યો સુપર ઓવરમાં, પરંતુ એ પણ સારું થયું, નહિતર મારું પાકિસ્તાન આવવાનું બંધ થઈ જતું.
India Aur Pakistan Mai Sy Hum Nay Pakistan Pick Ki Jis Ko Hum Gira Saktay Hain, said USA fast bowler Ali Khan@IamAlikhan23 @iRashidLatif68 @DrNaumanNiaz @krick3r #CaughtBehimd #RashidLatif #AliKhan #PAKvUSA #T20WorldCup2024 pic.twitter.com/0ppK1GLnpK
— Times of Karachi (@TOKCityOfLights) June 22, 2024
તેણે કહ્યું કે, પાકિસ્તાનવાળી મેચ ખૂબ ઈમોશનલ મેચ હતી, ખૂબ મોટી ટીમ છે, એટલી મોટી ટીમ સાથે રમ્યા નહોતા અને સીધા T20 વર્લ્ડ કપમાં રમવા ઉતારી રહ્યા હતા. પહેલા અમે કેનેડા સાથે રમ્યા, પરંતુ તેની સાથે તો અમે રમતા રહીએ છીએ. પરંતુ જે મુખ્ય મેચ હતી, તે પાકિસ્તાન વિરુદ્ધ હતી. તેની પાસે મોટા મોટા ખેલાડી બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાન.. શાહીન આફ્રિદી.
T20 વર્લ્ડ કપ 2024 અગાઉ જે બાંગ્લાદેશ વિરુદ્ધ અમારી સીરિઝ થઈ હતી, જ્યાં અમે 2-1થી જીત્યા હતા, મને લાગે છે તેનાથી ટીમને ખૂબ કોન્ફિડેન્સ મળ્યું હતું. અલી ખાને કહ્યું કે, T20 વર્લ્ડ કપ 2024 જે અમારી મેચ હતી, પહેલી કેનેડા સાથે, પછી પાકિસ્તાન સાથે અને પછી ભારત અને આયરલેન્ડ સાથે. અમે વિચાર્યું હતું કે, કેનેડાને તો અમે હરાવી દઇશું અને બીજી મેચ અમે આયરલેન્ડને હરાવવાની છે. પછી મેચમાં બચી હતી ભારત અને પાકિસ્તાન.
તેમાં અમારે પીક કરવાનું હતું કે કઇ એવી ટીમ છે, જેની વિરુદ્ધ અમે જીતી શકીએ છીએ, તો એ પાકિસ્તાન હતી. અમે એ મેચમાં જ્યારે ઉતર્યા તો પહેલા બૉલથી અમે એ ઈરાદા સાથે ઉતર્યા હતા. શાદાબ ખાન અને બાબર આઝમની જે પાર્ટનરશિપ થઈ હતી, બસ એ જ ફેઝમાં પાકિસ્તાની ટીમ અમારાથી આગળ હતી, ત્યારબાદ મને લાગે છે કે અમે આખી મેચમાં છવાઈ રહ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે, અમારું બીલિફ તેમનાથી ઘણું વધારે હતું. તેમણે અમને હલકામાં લીધા હતા એ દિવસે. તેમના બેટ્સમેનનું ઇન્ટેન્ટ ઝીરો હતું, તેઓ ખૂબ સ્લો રમી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp