અમે 400 વિચારી રહ્યા હતા, પરંતુ તેમણે 120 પણ ન કર્યા, ભારતીય ઝડપી બોલરનો ખુલાસો

PC: news.jan-manthan.com

ભારતે 3 મેચની વનડે શ્રેણીની આ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 120 રન પણ બનાવવા દીધા ન હતા. તે પણ જ્યારે ભારતીય બોલરોને આશા હતી કે, દક્ષિણ આફ્રિકા આ મેચમાં 400 રન બનાવી શકશે.

'થી ખબર ગર્મ કી ઊડેંગે ગાલિબ કે પૂરજે

દેખને હમ ભી ગયે પર તમાશા ના હુઆ...'

હવે ભલે તમે એ વિચારતા હશો કે, ક્રિકેટના સમાચારોમાં મિર્ઝા ગાલિબના શેરની કંઈ જરૂર ન હતી… પરંતુ તમે વિશ્વાસ કરો, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ODI મેચમાં કંઈક આવું જ બન્યું હતું, જેના કારણે ઘણા ક્રિકેટ પ્રેમીઓને ગાલિબનો આ શેર યાદ આવી ગયો હશે. ભારતે 3 મેચની વનડે શ્રેણીની આ પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 120 રન પણ બનાવવા દીધા ન હતા. તે પણ ત્યારે, જ્યારે ભારતીય બોલરોને આશા હતી કે દક્ષિણ આફ્રિકા આ મેચમાં 400 રનનો પહાડ ઉભો કરશે. અર્શદીપ સિંહે આ મેચમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી અને તેણે જ કહ્યું હતું કે આ 400 રનની વાત શું છે.

અર્શદીપ સિંહે ભારતની જીત પછી હસતાં હસતાં કહ્યું, 'અમે કાલે રાત્રે ડિનર માટે ગયા હતા. અક્ષર પટેલ અને અવેશ ખાન મારી સાથે હતા. અમે વાત કરી રહ્યા હતા કે દક્ષિણ આફ્રિકાની ટીમ ગુલાબી જર્સી (ODI અથવા T20 મેચ)માં કેટલી ખતરનાક બની જાય છે અને કેવી રીતે છગ્ગાઓનો જાણે કે વરસાદ કરતી હોય તેમ ફટકારે છે. તો અમે માત્ર એ વાત કરી રહ્યા હતા કે, દક્ષિણ આફ્રિકાની ટીમને 400 રનથી ઓછા સ્કોર કરતા કેવી રીતે રોકી શકાય.'

ક્રિકેટ પ્રેમીઓને હવે ખ્યાલ આવી ગયો હશે કે, સાઉથ આફ્રિકાની ટીમે તેના ચાહકોની અપેક્ષાઓ પર કેવી રીતે પાણી ફેરવી નાખ્યું. મેચની વાત કરીએ તો સાઉથ આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં માત્ર 116 રનમાં જ સમેટાઈ ગઈ હતી. 2023માં દક્ષિણ આફ્રિકાની ટીમનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. તેને સંજોગ ગણો કે ભારતનો દબદબો, પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ વર્ષે દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર પણ ભારતીય ક્રિકેટ ટીમ સામે જ છે. આ વર્ષે રમાયેલા વર્લ્ડ કપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 83 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને 116 રન સુધી રોકવામાં બે ભારતીય બોલરો અર્શદીપ સિંહ અને અવેશ ખાને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ બંને યુવા બોલરોએ મળીને 9 બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા. યજમાન ટીમના 7 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. અર્શદીપ સિંહ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે તેના ઘર આંગણે 5 વિકેટ લેનારો પ્રથમ ઝડપી બોલર સાબિત થયો હતો. આ સાથે જ અવેશ ખાને પણ 4 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા.

ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન પછી બેટ્સમેનોનો વારો આવ્યો. બેટ્સમેનોમાં, પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા B સાઈ સુદર્શન અને શ્રેયસ ઐય્યરે આગેવાની લીધી હતી. સુદર્શને 55 રનની ઇનિંગ રમી હતી અને અય્યરે 52 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ્સની મદદથી ભારતે 17મી ઓવરમાં જ 8 વિકેટે મેચ જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp