T20 WCથી બહાર થવા પર પાકિસ્તાની કેપ્ટન બાબરનું છલકાયું દર્દ, જાણો શું જણાવ્યું
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન કંઇ ખાસ ન રહ્યું. પાકિસ્તાની ટીમને પહેલા સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)એ સુપર ઓવરમાં હરાવી. પછી ભારતીય ટીમ સામે તેને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો. બાબર સેનાએ ત્યારબાદ જરૂર કેનેડા અને આયરલેન્ડ વિરુદ્ધ સંઘર્ષપૂર્ણ જીત હાંસલ કરી, પરંતુ એ સુપર 8માં પહોંચવા માટે પૂરતી નહોતી. T20 વર્લ્ડ કપમાં સુપર 8 થી બહાર થયા બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ખૂબ નિરાશ છે.
બાબર આઝમે કહ્યું કે, સ્વદેશ ફર્યા બાદ પાકિસ્તાન ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે. બાબર આઝમે સ્વીકાર્યું કે, તેની ટીમ સારી ન રમી અને લગભગ નજીકની મેચોમાં પાછળ થઈ ગઈ. બાબરે આયરલેન્ડ વિરુદ્ધ મેચ બાદ કહ્યું કે, અમે મેચમાં શરૂઆતી વિકેટ લીધી. પરંતુ અમે સારી બેટિંગ ન કરી. સતત વિકેટ ગુમાવી દીધી, પરંતુ કોઈ પ્રકારના લક્ષ્ય સુધી પહોંચી ગયા. જો કે, બોલિંગ માફક હતી, પરંતુ બેટિંગમાં અમેરિકા અને ભારત વિરુદ્ધ કેટલીક ભૂલો રહી. જ્યારે તમે વિકેટ ગુમાવો છો તો દબાવ તમારા પર આવી જાય છે.
તેણે કહ્યું કે, જોઈએ કે ટીમ શું ઈચ્છે છે. અમે હવે સ્વદેશ જઈને જોઈશું કે શું કમી રહી. નજીકની મેચમાં પાછળ રહી ગયા. ટીમ તરીકે સારું ન કરી શક્યા. એક કેપ્ટનના રૂપમાં, હું લાઇનઅપમાં દરેક ખેલાડીની જગ્યાએ રમી નહીં શકું. અમે એક ટીમના રૂપમાં હાર્યા છે, કોઈ એક પર આંગળી નહીં ઉઠાવી શકાય. આયરલેન્ડ વિરુદ્ધ મેચમાં પાકિસ્તાની ટીમે 3 વિકેટથી જીત હાંસલ કરી. પાકિસ્તાનની જીતનો હીરો શાહીન શહ આફ્રિદી રહ્યો. તેણે 3 વિકેટ લીધા બાદ 2 સિક્સની મદદથી નોટઆઉટ 13 રન બનાવ્યા.
શાહીને કહ્યું કે, અમે એવી ક્રિકેટ ન રમી, દેશ જેની આશા કરે છે. કેટલાક વિભાગોમાં સુધાર કરવાનો છે. બીજી તરફ T20 વર્લ્ડ કપમાં સુપર 8નું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. સુપર 8 સ્ટેજમાં 4-4 ટીમોના 2 ગ્રુપ રહેશે. આ બંને ગ્રુપથી જ ટોપ પર રહેવા પર 2-2 ટીમોને સેમીફાઇનલમાં જગ્યા મળી મળશે. ગ્રુપ-1માં ભારત સિવાય બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા છે તો ગ્રુપ-2માં વેસ્ટ ઈન્ડીઝ, USA, દક્ષિણ આફ્રિકા અને ગત ચેમ્પિયન ઇંગ્લેન્ડને રાખવામાં આવી છે.
સુપર-8 ગ્રુપ:
ગ્રુપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન
ગ્રુપ-2: USA, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા.
T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 મેચોનું શેડ્યૂલ:
19 જૂન - USA Vs દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
20 જૂન - ઇંગ્લેન્ડ Vs વેસ્ટ ઇન્ડીઝ, સેન્ટ લુસિયા, સવારે 6 વાગ્યે
20 જૂન - અફઘાનિસ્તાન Vs ભારત, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
21 જૂન - ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
21 જૂન - ઇંગ્લેન્ડ Vs દક્ષિણ આફ્રિકા, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
22 જૂન - USA Vs વેસ્ટ ઇન્ડીઝ, બાર્બાડોસ, સવારે 6 વાગ્યે
22 જૂન - ભારત Vs બાંગ્લાદેશ, એન્ટિગુઆ, રાત્રે 8 વાગ્યે
23 જૂન - અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
23 જૂન - USA Vs ઇંગ્લેન્ડ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
24 જૂન- વેસ્ટ ઇન્ડીઝ Vs દક્ષિણ આફ્રિકા, એન્ટિગુઆ, સવારે 6 વાગ્યે
24 જૂન- ઓસ્ટ્રેલિયા Vs ભારત, સેન્ટ લુસિયા, રાત્રે 8 વાગ્યે
25 જૂન- અફઘાનિસ્તાન Vs બાંગ્લાદેશ, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6 વાગ્યે
27 જૂન- સેમીફાઇનલ 1, ગુયાના, સવારે 6 વાગ્યે
27 જૂન- સેમીફાઇનલ 2, ત્રિનિદાદ, રાત્રે 8 વાગ્યે
29 જૂન- ફાઇનલ, બાર્બાડોસ, રાત્રે 8 વાગ્યે
( બધી મેચોનો સમય ભારતીય સમયાનુસાર).
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp