ભારત રમવા આવેલી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ નારાજ,કેમ કહ્યુ ક્યારેય રમવા નહીં આવીએ
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ 9 થી 13 સપ્ટેમ્બર સુધી રમાશે. મેચના પહેલા જ દિવસે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના અધિકારીઓએ સ્ટેડિયમમાં પ્રવર્તતી અસુવિધાઓ પર નારાજગી વ્યક્ત કરી છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતમાં છે અને ન્યુઝીલેન્ડ સામે તેની એકમાત્ર ટેસ્ટ મેચ રમી રહી છે. અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચ 9 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
પરંતુ મેચના પહેલા જ દિવસે વરસાદની અસર જોવા મળી હતી અને ભીના આઉટફિલ્ડને કારણે રમત શરૂ થઈ શકી ન હતી. મેચનો પ્રથમ દિવસ એકપણ બોલ ફેંકાયા વગર ધોવાઈ ગયો હતો. આ દરમિયાન, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના અધિકારીઓએ સ્ટેડિયમમાં પ્રવર્તતી અસુવિધાઓ પર નારાજગી વ્યક્ત કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની ટીમ પોતાની હોમ મેચો માત્ર ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમે છે. આ ટીમ ભારતમાં 3 સ્થળો, ગ્રેટર નોઈડા, લખનઉ અને દેહરાદૂનમાં તેની હોમ મેચ રમે છે.
એક મીડિયા ચેનલ સાથે વાત કરતા અધિકારીએ કહ્યું કે, 'તેમની ટીમ આ સ્ટેડિયમની વ્યવસ્થાથી બિલકુલ ખુશ નથી અને તેઓ ફરી ક્યારેય આ સ્ટેડિયમમાં આવશે નહીં.' તેમણે કહ્યું કે, 'અફઘાનિસ્તાનના ખેલાડીઓ અહીં ખાવાથી લઈને ટ્રેનિંગ સુવિધાઓથી ખુશ નથી.'
તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ આ સ્ટેડિયમમાં ફરી ક્યારેય રમવા નહીં આવે. ACB અધિકારીએ કહ્યું, 'શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં કોઈ સુવિધા નથી, અમે ફરી ક્યારેય અહીં આવીશું નહીં, લખનઉ અમારી પ્રાથમિકતા હશે.' અધિકારીએ કહ્યું કે, અહીં કોઈ પાયાની સુવિધાઓ નથી. આ એક સંપૂર્ણપણે અવ્યવસ્થિત જગ્યા છે.
અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પણ વધુ સારું સ્થળ મળવાની આશા વ્યક્ત કરી છે. તેણે એમ પણ કહ્યું કે, એકવાર તેને સારું સ્થળ મળી જશે તો તે ત્યાં જ રહેશે. શાહિદીએ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'ભારત અમારું ઘર છે. જ્યારે આપણે ટીમોની યજમાની કરીએ છીએ ત્યારે અન્ય દેશો અહીં આપણા કરતા વધુ ક્રિકેટ રમે છે.'
Play has been called off for Day 1 of the one-off Test between Afghanistan and New Zealand.
— ICC (@ICC) September 9, 2024
📸 @ACBofficials#AFGvNZ pic.twitter.com/1VmLcCBCO0
કેપ્ટન શાહિદીએ વધુમાં કહ્યું હતું કે, 'આશા છે કે અમને ભારતમાં સારું સ્થાન મળશે અને અમે ત્યાં જ રહીશું. મને લાગે છે કે જો આપણે એક જગ્યાએ વળગી રહીએ તો તે આપણા માટે વધુ અસરકારક રહેશે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp