શાબાશ DK, વર્લ્ડ કપ રમવાનો છે...તોફાની બેટિંગ કરતા DKની રોહિતે મેદાન પર મજાક કરી

PC: jansatta.com

રોહિત શર્મા અને દિનેશ કાર્તિક ઘણા સારા મિત્રો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન જ્યારે DK તોફાની બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે રોહિત શર્માએ તેની મજાકમાં સ્લેજ મારવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જ્યારે 38 વર્ષીય અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2024માં RCB માટે મુંબઈ ઈન્ડિયન્સને હંફાવીને હરાવી રહ્યો હતો, ત્યારે સ્લિપમાં ઉભો રહેલો રોહિત શર્મા તેની મજા લેવાના મૂડમાં વ્યસ્ત હતો. રોહિત શર્માની ફની કોમેન્ટ્સ ઘણીવાર સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ કરવામાં આવે છે. ગુરુવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં DK પર કરવામાં આવેલ જોક પણ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. હકીકતમાં કાર્તિકે મુંબઈ સામે 23 બોલમાં 53 રનની તોફાની ઇનિંગ રમી હતી. 230.43ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટ સાથે તે મેદાનના દરેક ખૂણામાં ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો.

જ્યારે કાર્તિકે થર્ડ મેન તરફ આકાશ માધવાલની બોલને વિચિત્ર શૈલીમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ વિસ્ફોટક સ્ટાઈલ જોઈને રોહિત શર્મા તેની પાસે આવ્યો અને કહ્યું, 'મારે તેને વર્લ્ડ કપ સિલેક્શન માટે દબાણ કરવું પડશે. વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, વર્લ્ડ કપ. શાબાશ DK, હજુ વર્લ્ડ કપ રમવાનો બાકી છે.' આ અંગે DKની પ્રતિક્રિયા કેમેરામાં કેદ થઈ શકી ન હતી, પરંતુ વિકેટકીપર ઈશાન કિશન તેના બે સિનિયરો વચ્ચેની બોલાચાલી જોઈને હસવા લાગ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, છેલ્લી વખત જ્યારે DK IPL 2022માં આટલું સારું રમ્યો હતો, ત્યારે તેને ભારતની વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

દિનેશ કાર્તિકે તેની શાનદાર ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 196 રનનો વિશાળ સ્કોર બનાવી શકી હતી. આ પહેલા દિનેશ કાર્તિકે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ઓપનિંગ મેચમાં આવી જ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પંજાબ કિંગ્સ સામે 10 બોલમાં અણનમ 28 રન બનાવીને RCBને જીત તરફ દોરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp