વર્લ્ડ કપમાં ભારતીય ટીમની હારથી દુઃખી કાકા-ભત્રીજાએ કરાવી લીધું મુંડન
ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને હરાવી દીધી. આ હારથી ભારતીય ફેન્સમાં ખૂબ નિરાશા છવાઈ છે. લોકો પોત પોતાની રીતે દુઃખ અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક કાકા અને ભત્રીજાએ ભારતીય ટીમની હાર બાદ મુંડન કરાવી દીધું. ફાઇનલમાં ભારતીય ટીમની હાર બાદ કાકા-ભત્રીજાની જોડીએ મુંડન કરાવીને પોતાની નિરાશા વ્યક્ત કરી. ભત્રીજાનું નામ ગોવિંદ સિંહ અને તેમના કાકાનું નામ માણિક સિંહ છે. બંને સિલિગુડી પાસે અથારોખાઈ ગ્રામ પંચાયતન પૂર્વી રંગિયા સીસાબાડીના રહેવાસી છે.
રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવી તો કરોડો ફેન્સની જેમ માણિક અને ગોવિંદનું દિલ પણ તૂટી ગયું. ત્યારબાદ તેમણે દુઃખ વ્યક્ત કરવા માટે રાત્રે જ પોતાના માથાનું મુંડન કરાવી લીધું. બંનેના મુંડનનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં તેઓ કહે છે કે ભારતીય ટીમની હારથી તેઓ ખૂબ દુઃખી છે. એટલે તેઓ બધા સામે પોતાનું મુંડન કરાવી રહ્યા છે. આ અગાઉ ભારતની હાર પર ઉત્તર પ્રદેશના ઝાંસીમાં કેટલાક યુવકોએ ટીવી ફોડી નાખી હતી.
તેઓ ગુસ્સામાં દુકાનથી જૂની ટીવી ઉઠાવીને લાવ્યા અને તેને પટકી દીધી. તેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુવકોનું કહેવું હતું કે ભારતીય ટીમના ખેલાડીઓએ અમારા દિલ તોડ્યા છે. તેમના કારણે જ વર્લ્ડ કપ હાર્યા છીએ. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક ટીવીની દુકાન પર ઊભા રહીને મેચ જોઈ રહ્યા છે. જેવી જ ઓસ્ટ્રેલિયન ટીમ મેચ જીતી જાય છે બે યુવક દુકાનમાં રાખેલી ટીવી ઉઠાવી લાવ્યા અને તેને જમીન પર પટકી દીધી. આ દરમિયાન દુકાનદાર વારંવાર કહેતો નજરે પડી રહ્યો છે કે એમ ન કરો, પરંતુ બંનેએ કોઈની વાત ન સાંભળી. તેઓ ગુસ્સામાં કહે છે કે ભારતીય ટીમના કારણે આપણે મેચ હાર્યા.
ઉલ્લેખનીય છે કે ફાઇનલ મેચમાં ભારતીય ટીમે પહેલાઆ બેટિંગ કરતા 240 રન બનાવ્યા હતા. 241 રનોના ટારગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને મેચ અને ટ્રોફી બંને પોતાના નામે કરી લીધી. મેચમાં ટ્રેવિસ હેડે 137 રનોની મેચ વિનિંગ ઇનિંગ રમી, જ્યારે તેના સાથે માર્નસ લાબુસેને નોટઆઉટ 58 રન બનાવ્યા હતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp