WIએ NZને હરાવીને સુપર-8માં જગ્યા બનાવી, આ 2 ઓવર રહી ટર્નિંગ પોઈન્ટ
2 વખત T20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડીઝે ન્યૂઝીલેન્ડને ગુરુવારે રમાયેલી મેચમાં 13 રને હરાવી દીધી. આ જીત સાથે જ વેસ્ટ ઇન્ડીઝ T20 વર્લ્ડ કપની ચોથી ટીમ બની ગઈ છે, જે સુપર 8માં પહોંચી ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝ અગાઉ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત સુપર 8 રાઉન્ડમાં પહોંચી શકી છે. વેસ્ટ ઇન્ડીઝની જીતનો હીરો શેરફોન રદરફોર્ડ રહ્યો, જેણે બેટિંગમાં તબાહી મચાવી. તો બોલિંગમાં અલ્જારી જોસેફે 4 વિકેટ લીધી. આ મેચમાં બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડીઝે અંતિમ 2 ઓવરમાં 37 રન બનાવીને આખી મેચનું પાસું પલટી દીધું. જે અંતમાં આ મેચનું એક્સ ફેક્ટર રહ્યું.
એ સિવાય વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર્સની 9 ઓવર પણ મારક રહ્યા. જેના કારણે આખી મેચ બદલાઈ ગઈ. તારોબા (ત્રિનિદાદ)ના બ્રાયન લારા સ્ટેડિયમમાં થયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે પહેલા બેટિંગ કરતાં સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. જો કે, વેસ્ટ ઇન્ડીઝની ટીમની વિકેટ એક બાદ એક સતત પડતી ગઈ. એક સમયે તો 30 રન પર 5 વિકેટ પડી ગઈ હતી. શેરફેન રદરફોર્ડ એકમાત્ર બેટ્સમેન રહ્યો, જે એક તરફ ટકી રહ્યો અને તેણે 39 બૉલમાં 68 રનોની ઇનિંગ રમી.
રદરફોર્ડે 2 ચોગ્ગા અને 6 સિક્સ લગાવ્યા. ત્યારબાદ તેણે નીચેના ક્રમના બેટ્સમેનોનો સહયોગ પણ મળ્યો. રદરફોર્ડ અને ગુડાકેશ મોતીએ 10મી વિકેટ માટે નોટ આઉટ 37 રન બનાવ્યા, જે પુરુષોના T20 વર્લ્ડ કપમાં અંતિમ વિકેટ માટે રેકોર્ડ પાર્ટનરશિપ રહી. તો આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે એક તરફ રેકોર્ડ બનાવ્યો. આ અગાઉ કોઈ ટીમ દ્વારા T20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી 5 વિકેટ 30 કે તેનાથી નીચે ગુમાવ્યા બાદ જીત હાંસલ કરવાનું એકમાત્ર ઉદરહરણ ગયા અઠવાડિયે ગુયાનામાં યુગાંડા વર્સિસ પાપુઆ ન્યૂ ગિની (78 રનના લક્ષ્યનો પીછો કરતાં 26/5) માચમાં સામે આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ લીધી. તો ટિમ સાઉદી, લોકો ફોર્ગ્યૂશનને 2-2 વિકેટ મળી. જીમી નિશામ અને મિચેલ સેન્ટરને 1-1 વિકેટ મળી. તો રનચેઝ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની સ્થિતિ પણ વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનો જેવી રહી. તેની એક બાદ એક વિકેટ પડતી ગઈ. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ 40 રન ગ્લેન ફિલિપ્સે બનાવ્યા. તો વેસ્ટ ઇન્ડીઝ માટે અલ્જારી જોસેફે 4, જ્યારે ગુડાકેસ મોતીએ 3 વિકેટ લીધી. આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર એક્સ ફેક્ટર સાબિત થયા.
ન્યૂઝીલેન્ડના સ્પિનરે 3 ઓવર કરી અને માત્ર 1 વિકેટ લઈને 36 રન આપ્યા. આ દરમિયાન તેમની ઈકોનોમી 12 રહી. તેની વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર્સે 9 ઓવરમાં 4 વિકેટ લીધી અને 50 રન આપ્યા. આ દરમિયાન ઈકોનોમી રેટ 5.5 રહી.
T20 વર્લ્ડ કપમાં 4 વિકેટ લેનારા વેસ્ટ ઇન્ડીઝના બોલર
5/11 અકીલ હુસેન વર્સિસ યુગાંડા, ગુયાના, 2024
4/15 સેમ્યુઅલ બદ્રિ વર્સિસ બાંગ્લાદેશ, મીરપુર, 2014
4/16 અલ્જારી જોસેફ વર્સિસ ઝીમ્બાબ્વે, હોબર્ટ, 2022
4/19 લેન્ડલ સિમન્સ વર્સિસ શ્રીલંકા, નોટિંઘમ, 2009
4/19 અલ્જારી જોસેફ વર્સિસ ન્યૂઝીલેન્ડ, તારોબા (ત્રિનિદાદ) 2024
4/38 ડ્વેન બ્રાવો વર્સિસ ભારત, લોર્ડસ, 2009.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp