રોહિત દરેક સીરિઝ પહેલા કોહલી સાથે શું વાત કરે છે? દ્રવિડ સાથે સંબંધ કેવો છે?

PC: hindi.cricketaddictor.com

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 માટે તૈયાર છે. રોહિત શર્મા પ્રથમ વખત વનડે વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ICC ટૂર્નામેન્ટ પહેલા તેણે કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સાથેના પોતાના સંબંધો વિશે ખાસ વાતો જણાવી છે.

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 માટે તૈયાર છે. BCCIએ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાનારી ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માને ટીમની કમાન મળી છે. તે પ્રથમ વખત ODI વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ટીમ ઈન્ડિયા 2011થી વર્લ્ડ કપ ટ્રોફીની રાહ જોઈ રહી છે. આવી સ્થિતિમાં રોહિત સિવાય વિરાટ કોહલી પણ અહીં સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. બંને સિનિયર ખેલાડીઓ માટે આ છેલ્લો વનડે વર્લ્ડ કપ માનવામાં આવે છે. વર્લ્ડ કપ પહેલા મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં રોહિતે, વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સાથેના તેના સંબંધો વિશે ખાસ વાતો જણાવી. આવો જાણીએ તેના વિશે...

કોચ રાહુલ દ્રવિડ સાથેના તેના સબંધો અને તેની સાથેના તેના સંકલન વિશે વાતચીત કરતા ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, રાહુલભાઈ એક સારા વ્યક્તિ છે. કોઈપણ ક્ષેત્ર માટે આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. મેં તેમની કેપ્ટનશીપમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તે વખતે વધારે રમી શક્યો નહોતો. અમે NCAમાં પણ સાથે હતા. છેલ્લા 2 વર્ષમાં હું તેને ખૂબ નજીકથી ઓળખું છું. તેઓ કોમ્યુનિકેશન ગેપ રાખવા માંગતા નથી. તેઓ દરેક સાથે સમાન રીતે વર્તે છે. અમારી વચ્ચે ખૂબ જ ખુલ્લા સંબંધો છે. અમે ખેલાડીઓ વિશે વાત કરીએ છીએ, આયોજન વિશે પણ ચર્ચા કરીએ છીએ અને કેવી રીતે રમવું, તેની પણ ચર્ચા કરીએ છીએ. દર વખતે તેમની પાસેથી કંઈક નવું શીખવા મળે છે.

તે જયારે વિરાટની સાથે બેટિંગ બાબતે વાત કરતો હોય ત્યારે અમે સામાન્ય રીતે એવી વાત કરતા હોઈએ છીએ કે, મેદાન પર અમે બોલ કોણ ફેંકે છે તેની વાત કરીએ છીએ. પરંતુ જયારે પણ અમે કોઈ સીરિઝમાં મળીએ ત્યારે કયો નવો ખેલાડી આવી રહ્યો છે, કયો બોલર આવી રહ્યો છે, શું કરવું, શું ન કરવું તેના પર જ અમારું વધારે ધ્યાન રહેતું હોય છે.

તે જયારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે અને તેના 2007માં પદાર્પણની વાત અને તેનું કેરિયર જયારે ભારે ડામાડોળ હતું ત્યારે શું તેણે 100 ટેસ્ટ રમવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, આ વિશે વાતચીત કરતા રોહિતે જણાવ્યું હતું કે, તે આટલું આગળ વિચારનાર વ્યક્તિ નથી. અત્યારે તેનું ધ્યાન ટૂંકાગાળાની બાબતો પર છે. હું મારા જીવનમાં પણ આવું જ જીવું છું. પ્રથમ, તમારી સામે જે પણ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમે અત્યારે શું કરો છો તેના પર, આગળ શું થશે તેનો આધાર રહેલો હોય છે. તેથી, હું અત્યારે શું કરી રહ્યો છું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું મારા માટે વધુ મહત્વપૂર્ણ છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ક્રિસ ગેલ હજુ આગળ છે, તેને પાછળ છોડીને સૌથી વધારે છગ્ગા મારવાના રેકોર્ડ વિશે તેણે જણાવ્યું કે, તે બાબતે તેણે વિચાર્યું ન હતું કે હું આ કરી શકીશ. પરંતુ જો આવું થયું તો તે મારા માટે ખાસ હશે. જ્યારે મેં ક્રિકેટની શરૂઆત કરી ત્યારે મને શીખવવામાં આવ્યું હતું કે, ટાઈમિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે અમે હવામાં શોટ રમતા હતા ત્યારે કહેવામાં આવતું હતું કે, તમે ઉપરથી શોટ રમી શકતા નથી. જ્યારે અમે શાળામાં પ્રેક્ટિસ કરતા ત્યારે ઉપરથી શોટ રમવાની વાત જ નહોતી થતી, કારણ કે જો તમે ઉપરથી મારશો તો કોઈને બોલ વાગી જશે. ક્રિકેટની બેઝિક્સ પણ એ જ કહે છે કે, ટાઇમિંગ જરૂરી છે.

હાલમાં રિષભ પંત ટીમની બહાર છે. અત્યારે બેઝબોલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા તેણે કહ્યું હતું કે, બેઝબોલ પહેલા રૂષબોલ આવે છે. પંત જે રીતે ટેસ્ટમાં રમ્યો તેનો શ્રેય શું ટીમ ઈન્ડિયાને નથી મળ્યો?, આ સવાલ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખુલીને કહ્યું કે, હું ઈચ્છું છું કે રિષભ પંત જે રીતે રમે છે તે રીતે જ રમે. કારણ કે તે તેની રમતમાં પાછો ફર્યો છે. આ પ્રકારની રમત રમવામાં નિષ્ફળતાનો ડર રહે છે. હું જ્યારે પણ તેની સાથે આ વિશે વાત કરું છું ત્યારે તેનો એક જ જવાબ હોય છે કે, હું ટીમની પરિસ્થિતિ જોઈને રમું છું. પંત બેટિંગ કરતી વખતે રમતની પરિસ્થિતિ જાણે છે. બેટિંગ દરમિયાન મેચ બંને તરફ જઈ શકે છે. તેના પ્રદર્શનના કારણે ટીમને સારા પરિણામ પણ મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp