કોહલી એવી રીતે આઉટ થયો કે લોકો કહી રહ્યા છે, શું થઈ ગયું છે વિરાટને...

PC: twitter.com

વિરાટ કોહલી પોતાના શાનદાર ટેસ્ટ કરિયરમાં 100 અલગ અલગ રીતે આઉટ થયો છે. તેમાંથી તેને માત્ર કેટલીક જ યાદ હશે. જો કે પોતાની 198મી ટેસ્ટમાં જે અજીબોગરીબ રીતે તે આઉટ થયો છે. તેને તે ક્યારેય નહીં ભૂલી શકે. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પૂણે ટેસ્ટની પહેલી ઇનિંગમાં મિચેલ સેન્ટનરનો લો ફૂલટોસ બૉલ મિસ કરી ગયો. વિરાટ કોહલી ફૂટ ટોસ બૉલ પર સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બોલ્ડ થઇ ગયો.

વિરાટ કોહલી શરૂઆતમાં જ થોડો આગળ નીકળી આવ્યો હતો. કદાચ મિચેલ સેન્ટનરની ઓવરમાં તે એટેક કરવા માગતો હતો. વિરાટ કોહલીએ વિચાર્યું હશે કે સેન્ટનર મોટા ભાગે સપાટ અને ફાસ્ટ બોલિંગ કરે છે. એવામાં સ્લોગ સ્વીપમાં જોખમ ખૂબ ઓછું રહેશે. ઉલ્લેખનીય છે કે આ એજ મેદાન છે જ્યાં વિરાટ કોહલીએ 5 વર્ષ અગાઉ પોતાના ટેસ્ટ કરિયરની અત્યાર સુધીની સર્વોચ્ચ ઇનિંગ રમી હતી. ત્યારે તેણે દક્ષિણ આફ્રિકાની શાનદાર બોલિંગ એટેક સામે નોટઆઉટ 254 રનની ઇનિંગ રમી હતી.

હવે કોહલી ડાબા હાથના સ્પિનરના ફૂલ ટોસ પર આઉટ થઇ ગયો. જો કે એવા અવસર પણ આવે છે, જ્યારે બેટ્સમેન આઉટ થવાની પટર્નને સમજી શકતા નથી. આ વખત આ એક એવો જ મામલો હતો. આમ પણ વિરાટ કોહલીને માસ્ટર ઓફ સ્પિન કહેવામાં આવે છે. એવામાં તેની પાસે આ પ્રકારે આઉટ થવાની આશા નહીં રાખી શકાય. જો છેલ્લા 3 વર્ષ દરમિયાન વિરાટ કોહલીના આઉટ થવા પર નજર નાખવામાં આવે તો એશિયામાં તેને સ્પિનર્સે ખૂબ પરેશાન કર્યો છે.

વિરાટ કોહલીએ 1 જાન્યુઆરી 2021થી એશિયામાં 17 ટેસ્ટ મેચ રમી છે. તેની 28 ઇનિંગમાં તેણે 30.80ની એવરેજથી કુલ 801 રન જ બનાવ્યા છે. આ દરમિયાન 28માંથી 21 વખત સ્પિનર્સનો શિકાર બન્યો. આ 21માંથી તે 6 વખત બોલ્ડ, એક વખત સ્ટમ્પ, 2 વખત વિકેટ પાછળ કેચ, 3 વખત મેદાનની અન્ય જગ્યાઓ પર કેચ અને 9 વખત LBW થઇ છે. સ્પિનર્સ વિરુદ્ધ તે 28.85ની એવરેજ (એશિયામાં 2021થી અત્યાર સુધી)થી જ રન બનાવી શક્યો. સ્પિનર્સમાં પણ વિરાટ કોહલીને સૌથી વધુ ડાબા હાથના સ્પિનર વિરુદ્ધ 11 વખત આઉટ (1 વખત બોલ્ડ, 3 વખત કેચ, 2 વખત વિકેટ પાછળ, એક વખત સ્ટમ્પ અને 4 વખત LBW) થયો. આ દરમિયાન 38.54ની એવરેજથી રન બનાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp