ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં વરસાદ પડ્યો તો શું હશે સેમીફાઇનલનું સમીકરણ?
આજે T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ થવાની છે. ટૂર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી અજેય છે અને આજે મેચમાં જીત સાથે જ પોતાના વિજય અભિયાનને ચાલુ રાખવા માગશે. સુપર-8માં બંને ટીમોએ 2-2 મેચ રમી છે. ભારતને જ્યાં બંનેમાં જીત મળી છે તો ઓસ્ટ્રેલિયાને એક મેચમાં હાર અને એક મેચમાં જીત મળી છે. સેમીફાઇનલના હિસાબે આજની મેચ બંને ટીમો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ચાલો જાણીએ સમીકરણ શું બની રહ્યા છે અને વરસાદના કારણે મેચ રદ્દ થાય છે તો કઇ ટીમને ફાયદો થશે અને કોને નુકસાન.
સેમીફાઇનલ માટે સમીકરણ:
ન માત્ર સુપર-8, પરંતુ ટૂર્નામેન્ટની બધી મેચોમાં ભારતને જીત મળી છે. જો આજની મેચ પણ ભારતીય ટીમ પોતાના નામે કરી લે છે તો સત્તાવાર રૂપે સેમીફાઇનલમાં પહોંચી જશે. તો ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી ઊભી થઈ જશે. જો વરસાદના કારણે મેચ રદ્દ થઈ જાય છે ત્યારે પણ ઓસ્ટ્રેલિયા માટે સેમીફાઇનલમાં પહોંચવાનું મુશ્કેલ થવાનું છે. વરસાદના કારણે મેચ રદ્દ થાય છે તો બંને ટીમોને 1-1 પોઇન્ટ્સ આપવામાં આવશે. ભારત 5 પોઇન્ટ્સ સાથે આરામથી સેમીફાઇનલમાં પહોંચી જશે, પરંતુ ઓસ્ટ્રેલિયા પાસે 3 જ પોઇન્ટ્સ હશે.
અફઘાનિસ્તાને 2 મેચ રમી છે અને તેને એકમાં જીત અને એકમાં હાર મળી છે. એવામાં ટીમ પાસે 2 પોઇન્ટ્સ છે. જો એ બાંગ્લાદેશને હરાવી દે છે તો તેના 4 પોઇન્ટ્સ થઈ જશે અને તે સેમીફાઇનલમાં પહોંચી જશે, એવામાં ઓસ્ટ્રેલિયાની સફર ખતમ થઈ જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજની મેચ સેંટ લુસિયામાં રમાશે. જો ટાયમિંગની વાત કરીએ તો ભારતીય સમયાનુસાર મેચ રાત્રે 8:00 વાગ્યે રમાશે. હવામાન રિપોર્ટ મુજબ, સેંટ લુસિયામાં વારસાદની 55 ટકા સંભાવના છે. એવામાં વરસાદ થવો ઓસ્ટ્રેલિયન ટીમ માટે સારો નહીં હોય.
જો આંકડાઓની વાત કરીએ તો T20 ઇન્ટરનેશનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 31 વખત સામસામે થઈ ચૂકી છે. ભારતને 19 મેચોમાં તો ઓસ્ટ્રેલિયાને 11 મેકમાં જીત મળી છે. 1 મેચ પરિણામ વિનાની રહી છે. તો T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને ટીમોએ 5 મેચ રમી છે. ભારતને 3માં તો ઓસ્ટ્રેલિયાને 2 મેચમાં જીત મળી છે. આંકડાઓના હસાબે ભારતનું પલડું ભારે છે.
વર્લ્ડ કપ બંને ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ
ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, યશસ્વી જાયસ્વાલ, સંજૂ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
ઓસ્ટ્રેલિયન ટીમ:
મિચેલ માર્શ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, એશ્ટન અગર, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, નાથન એલિસ, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યૂ વેડ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, ડેવિડ વોર્નર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp