ઓસ્ટ્રેલિયાને જીતમાં મળી એવી ટ્રોફી જેને જોઇને દરેક હેરાન, જાણો એ શું છે

PC: cricketaddictor.com

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે હાલમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ 3-0થી પોતાના નામે કરી હતી. સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શને એવી ટ્રોફી પકડવાઇ, જે અલગ હતી. સામાન્ય રીતે આ પ્રકારની ટ્રોફી કોઇ ટીમને આપતા જોવા મળ્યા નથી. આ ટ્રોફી જોઇને બધા હેરાન રહી ગયા. આઇસ્ક્રીમ કપ જેવી દેખાતી આ ટ્રોફીને કોઇએ કટોરો કહ્યો, તો કોઇ કડચી કહી. પોતે ઓસ્ટ્રેલિયન ખેલાડી પણ તેને જોઇને હેરાન થઇ ગયા હતા. તેમના ચહેરા પરની સ્માઇલ બંધ થઇ રહી નહોતી. માર્શના હાથમાં આ ટ્રોફી નાના રમકડાં જેવી દેખાઇ રહી હતી, પરંતુ પછી ખબર પડી કે આખરે આ વસ્તુ શું છે. તેનું સીધું કનેક્શન વ્હિસ્કી સાથે હતું.

કટોરા જેવી દેખાતી આ વસ્તુને સ્કોટલેન્ડમાં ક્વેચ (Quaich)ના નામથી ઓળખવામાં આવે છે. આ નાનો કટોરો પારંપરિક રૂપે વ્હિસ્કી કે અન્ય પીણાં પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સ્કોટલેન્ડની નેશનલ ડ્રિંક સ્કોચ છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પણ T20 સીરિઝ જીત્યા બાદ આ કટોરા જેવી વસ્તુમાં વ્હિસ્કી નાખીને સેલિબ્રેટ કર્યું. એડિનબર્ગમાં જ્યારે પ્રેઝન્ટરે ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ મર્શને આ ટ્રોફી સોંપી તો આખી ટીમને હસવું આવી ગયું. માર્શ પણ પોતાની જાતને હસતા ન રોકી શક્યો અને ટ્રોફી હાથમાં પકડીને નજરે પડ્યો.

ઓસ્ટ્રેલિયન ખેલાડી જ્યારે ટ્રોફી સાથે ફોટા ખેચાવવા માટે ભેગા થયા તો તેમને પણ સમજણ ન પડી કે આખરે કેવી રીતે આ અસામાન્ય ટ્રોફી સાથે પોઝ આપે. તેને જોઇને તેઓ જોર જોરથી હસવા લાગ્યા. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના હાથમાં આ નાની ટ્રોફી જોઇને સોશિયલ મીડિયા પર પણ લોકો મજાક ઉડાવવા લાગ્યા. કોઇએ તેને આઇસ્ક્રીમ કપ તો કોઇએ તેને ચાનો કપ કહ્યો. ઓસ્ટ્રેલિયન ટીમ આ સીરિઝને જીતીને ઈંગ્લેન્ડ પહોંચી ચૂકી છે અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની T20 સીરિઝ રમાઇ રહી છે. સીરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડને 28 રનથી હરાવીને જીતથી ટૂરની શરૂઆત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp