પઠાણ અને ગાવસ્કરનો પરફેક્ટ ફોર્મ્યૂલા, બસ આ 2 કામ અને T20 વર્લ્ડ કપ આપણા નામે

PC: hindustantimes.com

ICC T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 1 જૂનથી થઈ જશે. આ વખત T20 વર્લ્ડ કપની મેજબાની વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકા કરી રહ્યા છે. પહેલી વખત T20 વર્લ્ડ કપ 2007માં રમાયો હતો. દક્ષિણ આફ્રિકામાં રમાયેલા પહેલા T20 વર્લ્ડ કપની ટ્રોફી મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે જીતી હતી. ત્યારબાદ T20 વર્લ્ડ કપ ટ્રોફીના નામ પર ભારતની ઝોળી ખાલી છે.

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને ઈરફાન પઠાણે મળીને બે એવી વસ્તુ બતાવી છે જેના પર કામ કરીને ભારત T20 વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી શકે છે. સુનિલ ગાવસ્કર વર્ષ 1983માં કપિલ દેવની કેપ્ટન્સીમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે, જ્યારે ઈરફાન પઠાણ વર્ષ 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. ઈરફાન પઠાણે કહ્યું કે, T20 ફોર્મેટ ભલે બેટ્સમેનોનું ફોર્મેટ હોય, પરંતુ મજબૂત બોલિંગ વિના મોટું ટૂર્નામેન્ટ જીતવું મુશ્કેલ છે.

ઈરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, T20 ક્રિકેટ તમને અવસર આપે છે કે તમે વધુ રિસ્ક લો, તમારે એ માઇન્ડ સેટમાં રહેવાનું છે, જ્યાં તમે નીડર થઈને બેટિંગ કરી શકો છો. પરંતુ તેનાથી પણ વધારે જરૂરી વસ્તુ જે મને ગત વર્ષોમાં લાગી છે, ભારતીય ક્રિકેટ સાથે ખાસ કરીને T20 ક્રિકેટમાં, પછી તે દુબઈમાં ભારત સામે પાકિસ્તાન હોય કે પછી ઓસ્ટ્રેલિયા સામે, T20 વર્લ્ડ કપની સેમીફાઇન હોય, બોલિંગ યોગ્ય કરવી ખૂબ જરૂરી છે.

જો આપણે યોગ્ય બોલિંગ નહીં કરીએ તો આપણે મોટા મોટા ટૂર્નામેન્ટ નહીં જીતી શકીએ, પરંતુ જો તમારી પાસે 5 એવા બોલર છે અને 5માંથી 3 એવા બોલર છે જે કોઈ પણ પરિસ્થિતિમાં વિકેટ લેવાનું જાણતા હોય તો વર્લ્ડ કપ વધુ દૂર નથી. તો સુનિલ ગાવસ્કરે ઈરફાન પઠાણની વાત પર સહમતી વ્યક્ત કરી, પરંતુ સાથે જ કહ્યું કે એવામાં ટીમ પાસે ઓલરાઉન્ડર્સનું હોવું પણ ખૂબ જરૂરી છે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, જો તમારી પાસે કોઈ બોલરનો સારો દિવસ ન રહ્યો અને તેને ખૂબ રન પડી ગયા અને તેના કોટાની એક કે બે બચેલી ઓવર કોઈ બેટ્સમેન કરી દે તો તેનાથી સારું શું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp