અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપની મેચોનું ભારતમાં પ્રસારણ કેટલા વાગે થશે?

IPL 2024 પુરી થયા પછી હવે ICC T-20 વર્લ્ડકપની શરૂઆત ભારતીય સમય મુજબ 2 જૂનથી થઇ રહી છે. આ મેચની શરૂઆત અમેરિકામાં થશે અને ફાઇનલ મેચ વેસ્ટઇન્ડિઝમાં રમાશે. T-20 વર્લ્ડ કપનું યજમાન પદ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝે લીધું છે. 2 જૂનથી 29 જૂન સુધી મેચ ચાલશે.

ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની દરેક મેચનું પ્રસારણ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. ભારતની પહેલી મેચ 5 જૂને, ન્યુયોર્કમાં આર્યલેન્ડ સામે રમાવવાની છે, બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 16 જૂને કેનેડા સાથે રમાવવાની છે. ચોથી મેચ લોડરહીલમાં રમાશે. કુલ 20 ટીમો વચ્ચે 55 મેચ રમાશે અને 29 જૂને ફાઇનલ મેચ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp