આશા રાખીએ કે નહીં પડે, પણ ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ પડ્યો તો શું થશે?

PC: wisden.com

શ્રીલંકાના કેડી શહેરની એક જગ્યા પલ્લેકલ અત્યારે જોરાદર ચર્ચામાં છે, કારણકે આ મેદાન પર એશિયા કપ 2023ની ભારત અને પાકિસ્તાન વચ્ચે 2જી સપ્ટેમ્બર મેચ થવાની છે. એશિયા કપ 2023માં ભારત તેની પહેલી મેચ પાકિસ્તાન સામે રમવાનું છે. પરંતુ હવામાન જોતા એવું લાગે છે કે આ મેચમાં વરસાદનું વિઘ્ન ઉભું થશે.

2 સપ્ટેમ્બર, શનિવારે પલ્લેકલમાં ધમાકેદાર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જો વરસાદને કારણે મેચ શક્ય ન બનશે તો શું થશે? એ પહેલા એક્યૂવેધરનો હવામાનનો વરતારો જાણી લઇએ. હવામાનની આગાહી કરતી એક્યુવેધરના કહેવા મુજબ શનિવારે પલ્લેકલમાં દિવસ દરમિયાન વરસાદ પડવાના ચાન્સ 91 ટકા છે અને રાત્રે 87 ટકા છે.

એશિયા કપ 2023 હેઠળ ભારત અને પાકિસ્તાનની વન-ડે મેચ 2 સપ્ટેમ્બરે ભારતીય સમય મુજબ 2 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 11 વાગ્યે પુરી થશે. હવામાનની આગાહી મુજબ શનિવારે સાંજે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં ભારે વરસાદની પ્રબળ સંભાવના છે. હવે આવા સંજોગોમાં જો મેચ રમવી મુશ્કેલ થશે તો શું થશે? તે જાણી લઇએ.

સૌથી પહેલાં તો એ નક્કી થશે કે મેચનો કેટલો હિસ્સો પુરો થઇ ચૂકયો છે અને કેટલો બાકી છે. તેના આધારે ઓવર નક્કી કરવામાં આવશે. અહીં એક અનિવાર્ય નિયમ છે.વરસાદના વિપેક્ષના સંજોગોમાં મેચમાં ઓછામાં ઓછી 20-20ની રમત પછી કોઇ નિર્ણય થઇ શકે છે.

એક ઉદાહરણ તરીકે સમજીએ. ધારો કે પહેલી ઇનિંગમાં કુલ 21 ઓવર પુરી થઇ ગઇ છે, એ પછી વરસાદ આવે છે. જેને કારણે મેચ એક કે બે કલાક રોકવી પડી છે. એ પછી એમ્પાયર અને રેફરી નક્કી કરશે કે કેટલો સમય બચ્યો છે અને કેટલી ઓવર રમાઇ શકાય છે.

આ આધાર પર જ ઓવરની સમય મર્યાદા બદલાઇ જશે. જો એવું નક્કી થાય કે આગળની મેચ 35-35 ઓવરની રહેશે. તો પહેલી બેટિંગ કરનારી ટીમ 21 ઓવરથી આગળ રમશે અને 35 ઓવરમાં જેટલો સ્કોર કરશે, તેને ડકવર્થ લૂઇસ નિયમથી રિવાઇઝ કરીને સામેની ટીમને નવો ટાર્ગેટ આપવામાં આવશે. મતલબ કે સામેની ટીમે 35 ઓવરમાં આટલા રન બનાવવા પડશે.

એક પરિસ્થિતિ એવી પણ આવી શકે કે, પહેલી બેટિંગ કરનારી ટીમે 20 ઓવરની મેચ રમી અને પછી વરસાદનું આગમન થયું અને લગભગ 3 કલાક સુધી મેચ રોકી રાખવી પડે તો, પછી એમ્પાયર અને રેફરી નિર્ણય કરશે કે 20-20 ઓવરની જ મેચ રમી શકાશે. તો પહેલી બેટિંગ કરનારી ટીમની રમત સમાપ્ત થઇ જશે અને ડકવર્થ લૂઇસના નિયમ મુજબ બીજી ટીમને 20 ઓવરમાં રનનો ટાર્ગેટ આપવામાં આવશે.

ધારો કે એવું બને કે આખી મેચ જ વરસાદમાં ધોવાઇ જાય. મેચ શરૂ જ ન થાય તો એવા સંજોગોમાં બંને ટીમને 1-1 પોઇન્ટ આપી દેવામાં આવશે.

પાકિસ્તાન પોતાની પહેલી મેચમાં નેપાળને મોટા અંતરથી હરાવી ચૂકયું છે. એ મેચમાં મળેલા એક પોઇન્ટની સાથે પાકિસ્તાન સુપર-4માં પહોંચી જશે. જ્યારે ભારતે સુપર-4માં પહોંચવા માટે 4 સપ્ટેમ્બરે નેપાળ સામેની મેચ જીતવી પડશે. અથવા તો એવી દુઆ કરવી પડે કે નેપાળ સામેની મેચ પણ વરસાદમાં ધોવાઇ જાય તો ભારત પણ પહેલા રાઉન્ડમાં પહોંચી જાય.

એશિયા કપ 2023માં અત્યાર સુધીમાં કુલ 2 મેચો રમાઇ છે.30 ઓગસ્ટે મુલ્તાનમાં રમાયેલી પહેલી મેચમાં પાકિસ્તાને નેપાળ સામેની મેચમાં 342 રનનો ખડકલો કરી દીધો હતો. જ્યારે નેપાળ માત્ર 104 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. નેપાળે પાકિસ્તાનના કેપ્ટન બાબરે કરેલા 150 રનનો સ્કોર પણ કરી શક્યું નહોતું. પહેલી મેચ પાકિસ્તાન 238 રનથી જીત્યું હતું.

બીજી મેચ પલ્લેકલમાં કમાઇ હતી અને બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી. બાંગ્લાદેશે પહેલી બેટિંગ કરીને 164 રન બનાવ્યા હતા,જે શ્રીલંકાએ 5 વિકેટના નુકશાને કરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp