વાનખેડેમા શું થશે?હાર્દિક પર ખેલાડીની નિખાલસ વાત,થશે હૂટિંગ અને IPLના નવા હંગામા

PC: sportskeeda.com

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમ તેની પ્રથમ ઘરેલું IPL મેચ રમે છે, ત્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાને વધુ હૂટિંગનો સામનો કરવો પડી શકે છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારી એવું માને છે. જો કે, તેને લાગે છે કે, સ્ટાર ક્રિકેટર પાસે આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી ધીરજ છે. આ સિઝનમાં મુંબઈ તેની પ્રથમ મેચ 1 એપ્રિલે તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે.

સીઝનની શરૂઆત પહેલા રોહિત શર્માના સ્થાને મુંબઈના કેપ્ટન તરીકે નિમાયેલા હાર્દિકે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમી ત્યારે દર્શકો દ્વારા જબરજસ્ત હૂટિંગ કરવામાં આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે 6 રનથી મેચ હારી ગઈ હતી અને આગામી સપ્તાહે સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) સામે તેની પ્રથમ ઘરેલું મેચ રમશે.

મનોજ તિવારીએ મીડિયા સૂત્રોને કહ્યું, 'તમારે એ જોવું પડશે કે, મુંબઈમાં તેમનું કેવું સ્વાગત થાય છે. મને લાગે છે કે, તેને અહીં થોડો વધુ હૂટિંગ કરવામાં આવશે, કારણ કે એક પ્રશંસક તરીકે (મુંબઈ અથવા રોહિત શર્માના પ્રશંસક તરીકે) કોઈને આશા ન હતી કે કેપ્ટનશિપ હાર્દિકને આપવામાં આવશે.'

તેણે કહ્યું, 'રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને 5 ટ્રોફી આપી, છતાં તેને કેપ્ટનશિપ ગુમાવવી પડી. મને ખબર નથી કે, તેનું કારણ શું છે, પરંતુ મને લાગે છે કે ચાહકોને તે ગમ્યું ન હતું... અને તમે મેદાન પર તેની પ્રતિક્રિયા જોઈ રહ્યા છો.'

જોકે, હાર્દિકે જે રીતે આ પરિસ્થિતિનો સામનો કર્યો, તેનાથી તિવારી પ્રભાવિત છે. તેણે કહ્યું, 'હું તાજેતરમાં ટેલિવિઝન દ્વારા જે પણ જોઈ રહ્યો છું, હૂટિંગ કરવામાં આવ્યા છતાં તે શાંત રહ્યો, તે નર્વસ થયો નહીં, જે સારા સ્વભાવની નિશાની છે.'

પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી તિવારીએ કહ્યું કે, હાર્દિકે તેના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી તે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે સારી સ્થિતિમાં રહે.

38 વર્ષીય મનોજ તિવારીએ તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. 2008 થી 2015 દરમિયાન, તેણે 12 એક દિવસીય આંતરરાષ્ટ્રીય અને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો, મનોજ તિવારીએ 148 મેચ રમી અને 47.86ની એવરેજથી 10195 રન બનાવ્યા, જેમાં 30 સદી અને 45 અડધી સદી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp