‘જો ભારતીય ટીમ પાકિસ્તાન રમવા ન આવી તો..’, PCBએ આપી ચીમકી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હાઇબ્રીડ મોડલના કોઈ પણ વિચારને નકારતા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને પૂરી રીતે પોતાના ક્ષેત્રમાં આયોજિત કરવા પર સખત વલણ અપનાવ્યું છે. જેવાને સાથે તેવાના પગલે PCBએ કથિત રૂપે ચીમકી આપી છે કે જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવવાનો ઇનકાર કરે છે તો તે ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં થનાર 2026 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પણ નહીં રમે. Geo ન્યૂઝના રિપોર્ટ મુજબ, PCB પાકિસ્તાનમાં આખા ટૂર્નામેન્ટની મેજબાની પર કાયમ છે અને 19-22 જુલાઇ સુધી કોલંબોમાં ICCના વાર્ષિક સંમેલન દરમિયાન કોઈ પણ હાઇબ્રીડ મોડલ પ્રસ્તાવનો વિરોધ કરશે.
PCBનું આ અટલ વલણ ભારતીય મીડિયા રિપોર્ટ્સના જવાબમાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે, કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી વર્ષે ફેબ્રુઆરી માર્ચ વચ્ચે થનારા પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમને મોકલવામાં અનિચ્છુક છે. તણાવપૂર્ણ રાજનીતિક સંબંધો અને સુરક્ષા ચિંતાઓન જોતા ભારતે વર્ષ 2008 એશિયા કપ બાદ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. BCCIએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રીડ મોડલ લાગૂ કરવાનો અનુરોધ કરવાના સંકેત આપ્યા છે, જેથી ભારત પોતાની મેચ તટસ્થ દેશમાં રમી શકે.
2008ના મુંબઈ હુમલાઓ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધ રાજનીતિક અને સુરક્ષા મુદ્દાઓથી ભરેલા છે. ત્યારબાદ દ્વિપક્ષીય સીરિઝ રદ્દ કરી દેવામાં આવી હતી. છેલ્લી વખત ભારતે વર્ષ 2008માં એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી આ દેશ માત્ર ICC આયોજનો કે તટસ્થ સ્થળો પર આયોજિત એશિયા કપ ટૂર્નામેન્ટોમાં જ મળ્યા છે. આ પ્રકારનો ગતિરોધ એશિયા કપ 2023 દરમિયાન થયો હતો, જ્યાં BCCIએ પાકિસ્તાનની યાત્રા કરવાનો ઇનકાર કરવાના કારણે હાઇબ્રીડ મોડલ અપનાવવા આવ્યું હતું.
જો કે, આ ટૂર્નામેન્ટઅને આગળ વધારવાની મંજૂરી મળી ગઈ, પરંતુ તેના પરિણામ સ્વરૂપ પાકિસ્તાનને સેમીફાઇનલ અને ફાઇનલ મેચોની મેજબાનીનો અધિકાર ગુમાવવો પડ્યો. તેના પરિણામે PCBને એ સુનિશ્ચિત કરવા માટે હજુ પણ વધારે દૃઢ બનાવી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પૂરી રીતે પાકિસ્તાનની ધરતી પર આયોજિત કરવામાં આવે. ICCને પણ એક પડકારપૂર્ણ સ્થિતિની જાણકારી છે, જેનું કામ ઇન્ટરનેશનલ પ્રતિયોગીતાઓની અખંડતાને બનાવી રાખતા બંને ક્રિકેટ શક્તિઓના હિતોનું સંતુલન કરવાનું છે. કોલંબોમાં ICC વાર્ષિક સંમેલન એક મહત્ત્વપૂર્ણ મોડ થવાની આશા છે જ્યાં PCB ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે કોઈ પણ હાઇબ્રીડ મોડલનો જોરદાર વિરોધ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp