'વિરાટ-ગંભીર વચ્ચેની લડાઈમાં ઈમામ ઉલ હકે..', પાકિ. ખેલાડી આગા સલમાનનો ખુલાસો

PC: a-sports.tv

IPLની ગત સીઝન એટલે કે 2023 સીઝનમાં વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને નવીન ઉલ હક વચ્ચે થયેલો ઝઘડો ખૂબ ચર્ચામાં રહ્યો. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને નવીન ઉલ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે રમી રહ્યા હતા. જ્યારે ગૌતમ ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સની ટીમના મેન્ટર હતા. ત્યારે આ ત્રણેયના ઝઘડા વચ્ચે પાકિસ્તાની પૂર્વ ખેલાડી ઈમામ ઉલ હકની એન્ટ્રી થઈ હતી. તેણે દાવો કર્યો હતો કે આ ઝઘડા વચ્ચે પાકિસ્તાની ખેલાડી આગા સલમાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને કોહલીને બાળક કહ્યો હતો. ત્યારે ઈમામના નિવેદન બાદ સલમાનની ખૂબ નિંદા થઈ હતી, પરંતુ હવે આ મામલે સલમાને પોતે આગળ આવીને ખુલાસો કર્યો છે.

તેણે કહ્યું કે, ઈમામે એ નિવેદનમાં ઘણું બધુ ખોટું કહ્યું હતું. તેણે ક્યારેય પણ કોહલીને બાળક કહ્યો નથી. તેણે પાકિસ્તાન સુપર લીગ (PSL) દરમિયાન આ ખુલાસો કર્યો. સલમાન PSLમાં ઇસ્લામાબાદ યુનાઈટેડ માટે રમે છે. તેણે પોતાની ફ્રેન્ચાઇઝી સાથે વીડિયોમાં વાતચીત દરમિયાન કહ્યું કે, 'મેદાનમાં તે ખૂબ હિટેડ મોમેન્ટ હતી, પરંતુ ત્યારબાદ તે મજાકીય અંદાજમાં જતો રહ્યો તો એક અલગ વાત છે, પરંતુ જોનારા વિચારી રહ્યા હતા કે મેદાનમાં શું થઈ રહ્યું છે. એ ઘટના બાદ મેં વિરાટ કોહલીને મેસેજ કર્યો અને તેની શરૂઆત વિરાટભાઈથી કરી હતી કેમ કે હું તેની ખૂબ ઇજ્જત કરું છું. બાકી મેં તેને બાળક જેવુ કંઇ કહ્યું નહોતું.

પોતાની વાત રાખતા સલમાને કહ્યું હતું કે, મેં કોહલીને મેસેજ કરનારી વાત શાદાબ ખાનને ભૂલથી બતાવી હતી. એશિયા કપ 2023 દરમિયાન ફરી શાદાબે કોહલીને જણાવ્યું કે સલમાને તને એ સમયે એક મેસેજ કર્યો હતો. તેના પર કોહલીએ કહ્યું કે એ સમયે ખૂબ મેસેજ આવી રહ્યા હતા તો કદાચ હું જોઈ ન શક્યો, પરંતુ હા અત્યારે તેનો સ્ક્રીનશૉટ લગાવવા જઇ રહ્યો છું. વિરાટે એમ કહેતા જ બધા હસવા લાગ્યા હતા. IPLમાં 1 મે 2023ના રોજ રમાયેલી પહેલી મેચમાં બેંગ્લોરે લખનૌને 18 રને હરાવી હતી.

આ દરમિયાન કોહલી અને નવીન વચ્ચે દલીલ થઈ હતી. આ ગરમા-ગરમી ખૂબ વધી ગઈ, ત્યારબાદ જ્યારે મેચ પૂરી થઈ ત્યારે કોહલીની ગંભીર સાથે તું-તું મેં-મેં થઈ ગઈ હતી. ત્યારે આ ઘટના ખૂબ ચર્ચામાં રહી, પરંતુ કોહલી અને નવીન વચ્ચે વિવાદ વર્લ્ડ કપ 2023 દરમિયાન પૂરો થઈ ગયો. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ દરમિયાન મેચ રમાઈ હતી. એ દરમિયાન કોહલી અને નવીને પોતાની નારાજગીઓ દૂર કરી અને બંને ખેલાડીઓએ એક બીજાને ગળે લગાવ્યા હતા. આ ઘટના બાદ જ હવે કોહલી અને નવીનને લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ બંધ થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp