પહેલા બોલે સિક્સ, મન બનાવીને ગયેલો સમીર,ભાઈએ કર્યો ખુલાસો, રૈના સાથે ખાસ કનેક્શન

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ગુજરાત ટાઈટન્સ (GT)ને હરાવીને IPL 2024માં સતત બીજી મેચ જીતી. આ જીતમાં ઘણા ખેલાડીઓએ ભૂમિકા ભજવી, પરંતુ સમીર રિઝવીએ 6 બૉલમાં 14 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. પોતાની ઇનિંગમાં તેણે 2 સિક્સ લગાવ્યા. અંતિમ ઓવરમમાં તેની આ વિસ્ફોટક ઇનિંગની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સ 200 પાર પહોંચવામાં સફળ રહી. ચેન્નાઈએ મેચ જીત્યા બાદ, સમીરના ભાઈ સબૂલે ઇન્સ્ટાગ્રામ પર એક પસ્ટ શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તેના ભાઈએ વાયદો કર્યો હતો કે તે IPLમાં પહેલા બૉલ પર સિક્સ મારશે.

સમીર રિઝવીએ IPL 2024ની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રમી હતી, પરંતુ તેની બેટિંગ આવી નહોતી. ચેન્નાઈની બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ જ્યારે તે બેટિંગ માટે ઉતર્યો તો તેણે પહેલા બૉલ પર સિક્સ લગાવી દીધો. તેણે રાશિદ ખાનની ઓવરમાં 2 સિક્સ લગાવ્યા. હવે તેના ભાઈ સબૂલ રિઝવીએ ખુલાસો કર્યો છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સના ક્રિકેટરે પોતાના IPL કરિયરના પહેલા બૉલ પર સિક્સ લગાવવાના સોગંધ ખાધા હતા. સુબૂલે કહ્યું કે, ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું કે, કહી ગયો હતો પહેલા બૉલ પર મારીશ.

 
 
 
View this post on Instagram

A post shared by sabool rizvi786 (@saboolrizvi786)

વર્ષ 2021માં સુરેશ રૈના, સમીર સિઝવીની બેટિંગથી ખૂબ પ્રભાવિત થયો હતો અને તેણે રિઝવીને ચશ્મા આપ્યા હતા. રિઝવીનું નિકનેમ રાઇટ હેન્ડ રૈના પણ છે કેમ કે તે એકદમ રૈનાની જેમ સ્પિન વિરુદ્ધ સિક્સ લગાવે છે. કવર પર રૈનાની જેમ જ ફિલ્ડિંગ કરે છે, વિકેટ મળ્યા બાદ બોલર ઉપર કૂદે છે અને વાળ ખેચે છે, જેમ રૈના કરે છે. બંનેએ ઉત્તર પ્રદેશ માટે રણજી ડેબ્યૂ 16 વર્ષની ઉંમરમાં કર્યું હતું. બંનેએ 20-21 વર્ષમાં ચેન્નાઈ માટે ડેબ્યૂ કર્યું, 2023માં રૈનીએ ઉત્તર પ્રદેશ T20માં ઓરેન્જ કેપ સમીરને આપી હતી. બંને ખેલાડીઓએ પોતાના IPL કરિયરમાં રાશિદ ખાનની એક ઓવરમાં બે સિક્સ લગાવ્યા છે. બંનેએ IPL ડેબ્યૂમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરી.

મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેના માટે ખોટો સાબિત થયો. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. 207 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શકી. ચેન્નાઈની આ IPL 2024માં સતત બીજી જીત હતી, જ્યારે ગુજરાત ટાઈટન્સની આ પહેલી હાર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp