પિતા ક્રિકેટ ન રમી શક્યા તો દીકરા ગુકેશને ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનાવી દીધો
ભારતના 18 વર્ષના છોકરાએ ચેસની દુનિયામાં ઇતિહાસ રચી દીધો. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં ગુરુવારે સિંગાપોરમાં રમાયેલી ચેસની ફાઇનલ મેચમાં ચેન્નઇના ડી. ગુકેશે ચીનના ચેસ માસ્ટર ડીંગ લિરેનને હરાવીને દુનિયાનો સૌથી નાની વયનો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે.
ડી. ગુકેશની સફળતમાં તેના પિતા રજનીકાંતનો મોટો ફાળો છે. તેના પિતાને કિક્રેટ રમવાનો શોખ હતો અને કોલેજ અને સ્ટેટ લેવલ સુધી પહોંચ્યા હતા, પરંતુ પરિવારના દબાણને કારણે તેમણે ક્રિક્રેટ છોડીને ENT સર્જન બન્યા. ડી. ગુકેશને 7 વર્ષની ઉંમરથી ચેસ રમવાનો શોખ હતો એટલે પિતા દેશ વિદેશમાં મેચ રમવા માટે દીકરાની સાથે જતા હતા, જેને કારણે તેમણે ક્લીનીક બંધ કરી દેવું પડ્યું હતું. ડી. ગુકેશની માતા પદમા માઇક્રોબાયોલોજીસ્ટ છે અને તેણીનું પણ મોટું યોગદાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp