હવે ભારત-પાકિસ્તાન શું લાહોરમાં રમશે? જાણો શું છે મામલો

PC: abplive.com

ભારત-પાકિસ્તાનની મેચને હજુ ગણતરીના કલાકો જ થયા છે કે ક્રિકેટપ્રેમીઓએ આ બંને ટીમોની આગામી મેચ વિશે શોધખોળ શરૂ કરી દીધી છે. ઘણા ક્રિકેટ ચાહકો જાણવા માંગે છે કે, શું આ બંને ટીમો T20 વર્લ્ડ કપ 2024માં ફરી ટકરાશે. જો હા તો ક્યારે અને જો નહીં તો કઈ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે. ચાલો આ સવાલોના જવાબ જાણવાનો પ્રયત્ન કરીએ.

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ Aમાં છે. બંને ટીમો વચ્ચે હરીફાઈ થઈ ચુકી છે, જેમાં ભારતે 6 રનથી જીત મેળવી હતી. T20 વર્લ્ડ કપના ફોર્મેટ મુજબ દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમ સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કરશે. દરેક ટીમ સુપર-8માં 3 મેચ રમશે, પરંતુ તેના ગ્રુપની ટીમનો સામનો નહીં કરે. એમ સમજી લો કે, જો ભારત અને પાકિસ્તાન બંને સુપર-8 ગ્રૂપમાં જાય છે, તો આ બંને ટીમો આ તબક્કે ફરી સ્પર્ધા નહીં કરે.

આનો અર્થ એ છે કે, ભારત અને પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ અથવા ફાઇનલમાં ફરી ટકરાઈ શકે છે, પરંતુ સુપર-8 સ્ટેજમાં નહીં. ટૂર્નામેન્ટની બંને સેમિફાઇનલ 27 જૂને રમાશે. આ પછી 29 જૂને ફાઇનલ રમાશે. તે સ્પષ્ટ છે કે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ફરી ટકરાઈ શકે છે, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે, જ્યારે આ બંને ટીમ સુપર-8 સ્ટેજમાંથી આગળ વધે.

હાલમાં ભારતીય ટીમ તેની બંને મેચ જીતીને સુપર-8ની રેસમાં આગળ ચાલી રહી છે. પાકિસ્તાન તેની બે મેચ હારી ચૂક્યું છે, પરંતુ તેમ છતાં તે સુપર-8માં પહોંચી શકે છે. જો તેઓ તેમની બંને મેચ જીતી જાય અને અમેરિકન ટીમ તેમની બંને મેચ હારી જાય તો આવું થશે.

જો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર નહીં થાય તો આવતા વર્ષે માર્ચ સુધી રાહ જોવી પડશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી માર્ચ 2025માં પાકિસ્તાનમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા શક્ય છે. મીડિયા સૂત્રો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારત-પાકિસ્તાન મેચ લાહોરમાં યોજવા માંગે છે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય ટીમે ઘણા સમયથી પાકિસ્તાનની મુલાકાત લીધી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp