જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયામાં ક્યારે પાછો ફરશે? કેપ્ટન રોહિત શર્માએ આપ્યું અપડેટ

PC: ndtv.in

સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ દિવસોમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તેના પાછા ફરવાની સાથે ભારતીય ટીમનું બોલિંગ આક્રમણ વધુ મજબૂત બનશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, તે ટૂંક સમયમાં ટીમનો ભાગ બનશે. તેણે આશા વ્યક્ત કરી હતી કે, બુમરાહ આવતા મહિને શરૂ થઈ રહેલી વિશ્વની નંબર 1 ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની છેલ્લી બે મેચ રમવા માટે ફિટ થઈ જશે.

વાસ્તવમાં, 29 વર્ષીય બુમરાહે પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી, પરંતુ તેણે તાજેતરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખાતે નેટ્સમાં બોલિંગ કરી હતી, જેના કારણે તેના વહેલા પાછા ફરવાની આશા જાગી છે.

રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં ભારતની 90 રનની જીત પછી કહ્યું, 'બુમરાહ વિશે વધુ ખાતરી નથી, પરંતુ મને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં રમશે.'

તેણે કહ્યું, 'અમે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી કારણ કે પીઠની ઈજા હંમેશા ગંભીર હોય છે. અમે NCAના ફિઝિયો અને ડૉક્ટરોના નિયમિત સંપર્કમાં છીએ. મેડિકલ ટીમ તેને ફિટ થવા માટે પૂરો સમય આપશે.

કેપ્ટન રોહિત શર્માએ સ્વીકાર્યું કે, ઓસ્ટ્રેલિયા સામે આવતા મહિને શરૂ થનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણી આસાન નહીં હોય. જો કે તેણે કહ્યું કે યજમાન ટીમ વિશ્વની નંબર વન ટીમનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

રોહિતે મેચ બાદ કહ્યું, 'સાચું કહું તો અમે રેન્કિંગ વિશે વધારે વાત નથી કરતા. આ બધું મેચ જીતવા વિશે છે અને જ્યારે અમે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમીશું ત્યારે અમારો અભિગમ અલગ નહીં હોય. તે આસાન પડકાર નહીં હોય, પરંતુ અમે તેના માટે તૈયાર છીએ.'

ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2023 ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વખતે ODI વર્લ્ડ કપ ઘરઆંગણે રમવાનો છે. ભારતે ઘરઆંગણે વનડે શ્રેણીમાં પહેલા શ્રીલંકા અને હવે ન્યુઝીલેન્ડને હરાવીને વર્ષની શાનદાર શરૂઆત કરી હતી. મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ એક નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝઃ પહેલી મેચ- 9-13 ફેબ્રુઆરી, નાગપુર, બીજી મેચ- 17-21 ફેબ્રુઆરી, દિલ્હી, ત્રીજી મેચ- 1-5 માર્ચ, ધર્મશાલા, ચોથી મેચ- 9-13 માર્ચ, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp