જ્યારે પાકિસ્તાની ક્રિકેટરે પોતાની પુત્રીને ભારતીય વિકેટ કીપરનું નામ આપ્યું હતું

PC: tv9hindi.com

ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં 8મી વખત ભારત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટકરાયું હતું, જેમાં પાકિસ્તાનનો કારમી હાર થઈ હતી.. જ્યારે ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં ટકરાતા હોય છે ત્યારે ઘણી વખત જૂની મેચોના રેકોર્ડ, મેદાન પરના કેટલાક સંઘર્ષ અને બંને દેશો વચ્ચેના કડવા સંબંધોની વાત થતી હોય છે. જો કે, મેદાનની બહાર, ખેલાડીઓ વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે, પછી તે શાદાબ ખાન સાથે વિરાટ કોહલીની વાતચીત હોય કે સુનીલ ગાવસ્કર અને ઈમરાન ખાન વચ્ચેની મિત્રતા હોય. 1992માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બંને ટીમો વચ્ચે ટક્કર થઈ ત્યારથી દરેક વખતે ટીમ ઈન્ડિયાની જીત થઈ છે.

બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ભલે મેદાન પર જોરદાર સ્પર્ધા રહેતી હોય, પરંતુ તેમની વચ્ચે મિત્રતાનું બંધન ખૂબ જ ગાઢ છે. મેચ પતિ ગયા પછી બંને ટીમના ખેલાડીઓ સાથે બેસીને વાતચીત કરતા હોય છે.

બંને ટીમો વચ્ચેના સંબંધોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, એક પાકિસ્તાની ક્રિકેટરે પોતાની દીકરીનું નામ ભારતીય ક્રિકેટરના નામ પર રાખ્યું છે. તે પાકિસ્તાની ક્રિકેટરનું નામ છે અબ્દુર રકીબ.

પાકિસ્તાની ક્રિકેટર અબ્દુર રકીબે તેની પુત્રીનું નામ ભારતીય ક્રિકેટર કિરણ મોરેના નામ પર રાખ્યું છે. મીડિયા સૂત્રો સાથે એક વાતચીતમાં ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, ભારત તરફથી રમતા પહેલા જ્યારે તે ઈંગ્લેન્ડમાં લીગ ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે ત્યાં તેની મુલાકાત અબ્દુર રકીબ સાથે થઈ હતી.

મોરેએ વધુમાં જણાવ્યું કે, અબ્દુર અને તે રૂમ પાર્ટનર હતા અને સિનિયર હોવાને કારણે અબ્દુરે તેની ખૂબ કાળજી લીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી બંને વચ્ચે મિત્રતા હજુ પણ ચાલુ છે.

કિરણે એ પણ જણાવ્યું હતું કે, અબ્દુર રકીબે તેની પુત્રીનું નામ તેના નામ પર રાખ્યું છે. આજે પણ તેમની દીકરી કિરણ અવારનવાર તેમની સાથે ફોન પર વાત કરે છે અને તેમની ખબર-અંતર પૂછતી રહે છે.

પાકિસ્તાનમાંથી અબ્દુર પણ વારંવાર કિરણ મોરેનો સંપર્ક કરતા રહેતા હોય છે અને તેની માતા વિશે ખબર અંતર પૂછતાં રહે છે. ભારતીય ક્રિકેટરે એ પણ ખુલાસો કર્યો કે, જ્યારે તે 2004માં પાકિસ્તાન ગયો હતો ત્યારે અબ્દુરે તેને મહેમાનગતિ કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp