IPL ઓક્શનમાં હરાજી કરતી મલ્લિકા સાગર કોણ છે?
સાઉદી અરબના જેદામાં બે દિવસ IPL ઓક્શનનો કાર્યક્રમ થયો અને તેમાં હરાજી કરનારી મહિલાની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. IPLના ઓક્શનાં એકધારી બોલતી રહેતી મહિલાનું નામ છે મલ્લિકા સાગર. મલ્લિકાને ગયા વર્ષે પણ BCCIએ આ જવાબદારી સોંપી હતી.
મુંબઇમાં એક બિઝનેસ પરિવારમાં 3 ઓગસ્ટ 1975માં જન્મેલી મલ્લિકા જ્યારે 6 વર્ષની હતી ત્યારે તેણીએ એક પુસ્તક વાંચ્યું હતું અને તેમાં એક મહિલા પાત્ર ઓક્શનર હતી. ત્યારથી મલ્લિકાએ નક્કી કરેલું કે પોતે પણ એક દિવસ ઓક્શનર બનશે.
અમેરિકામાં ભણેલી મલ્લિકાએ 2001માં ઇન્ટરનેશનલ ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝમાં ઓક્શનર તરીકે શરૂઆત કરેલી અને તે વખતે તે ભારતની પહેલી મહિલા ઓક્શનર હતી. 2021માં મલ્લિકાએ કબડ્ડી લીગ અને વુમન્સ ચેમ્પિયનીશપમાં હરાજીનું કામ સંભાળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp