IPL બૂમરાહ સાથે તુલના થાય છે તે મયંક યાદવ વિશે જાણો

PC: hindustantimes.com

IPL 2024માં ડેબ્યુ કરનાર અને માત્ર 2 જ મેચોમાં તરખાટ મચાવનાર મયંક યાદવ કોણ છે એ વિશે જાણવામાં હવે ઘણા લોકોને રસ છે.

મંગળવારે RCB અને લખનૌ સુપર જાયન્ટ વચ્ચે રમાયેલી મેચમાં મંયકે બોલના કામણ પાથર્યા હતા. લખનૌ સુપર જાયન્ટ તરફથી રમતા મંયકે 4 ઓવરમાં 14 રન આપ્યા અને 3.50ની ઇકોનોમી રહી, એમાં મયંકે RCBની 3 વિકેટ ખેરવી નાંખી હતી.

મંયક એટલા માટે ચર્ચામાં છે, કારણ કે તે સ્પીડમાં અને સીધી લેન્થમાં બોલ નાંખે છે. મંગળવારની મેચમાં તેની સ્પીડ સૌથી વધારે 156.07 પ્રતિ કિ.મીની ઝડપની નોંધાઇ હતી.

મયંક બિહારના સુપૌલ જિલ્લાનો વતની છે અને 14 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમે છે. IPL પહેલાં તે દિલ્હીની ડોમેસ્ટીક ક્રિક્રેટ રમતો હતો. તેના પિતા પોલીસની ગાડીના સાઇરન અને લાઇટ બનાવવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp