કોણ છે IPLનું નવું તોફાન નીતિશ કુમાર રેડ્ડી? પંડ્યા સાથેની મુલાકાતે જીવન બદલ્યું

PC: BCCI

નીતિશ કુમાર રેડ્ડી... સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો એ ખેલાડી જે 9 એપ્રિલે રમાયેલી IPL મેચમાં પંજાબ વિરુદ્ધ પોતાની ટીમ માટે તારણહાર બની બેઠો. ખૂબ જ જરૂરી સમય પર 20 વર્ષીય નીતિશ કુમાર રેડ્ડીએ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 37 બૉલમાં 64 રનોની ઇનિંગ રમી. સાથે જ બોલિંગમાં પણ તેણે 1 વિકેટ લીધી. આ ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી નિટીશને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે આ રોમાંચક મેચને 2 રનથી જીતી લીધી. નીતિશ કુમારના નામે ઘરેલુ ક્રિકેટમાં ઘણા મોટા રેકોર્ડ છે. વિરાટ કોહલી તેનો આદર્શ રહ્યો છે. હાર્દિક પંડ્યા સાથે થયેલી એક મુલાકાતે તેનું કરિયર બદલી દીધું.

ઘરેલુ ક્રિકેટમાં આંધ્ર પ્રદેશ તરફથી રમનાર નીતિશ રેડ્ડીની પ્રશંસા હનુમા વિહારી પણ કરી ચૂક્યો છે. રેડ્ડી હનુમાની કેપ્ટન્સીમાં ઘણી મેચ રમ્યો છે. IPL શરૂ થવા અગાઉ જ હનુમા વિહારીએ નીતિને લઈને ટ્વીટ કરી હતી. તેણે લખ્યું હતું કે, તેમાં રોકાણ કરો, તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં આગામી મોટી વસ્તુ છે, તે બેટિંગ સિવાય મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે, ખૂબ રેર છે.' નીતિશ રેડ્ડીએ હૈદરાબાદે 2023 સીઝન અગાઉ ઓક્શનમાં તેને બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

તેણે 18 મેં 2023ના રોજ બેંગ્લોર વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે 2 ઓવર્સમાં 19 રન આપ્યા. આ મેચમાં હૈદરાબાદને હાર મળી હતી. ગત સીઝનમાં તેણે હૈદરાબાદ માટે 2 મેચ રમી હતી. હનુમા વિહારીએ રેડ્ડી બાબતે લખ્યું કે, નીતિશ કુમાર એક સાધારણ બેકગ્રાઉન્ડથી આવે છે. તેના પિતાએ તેના કરિયર માટે પોતાની નોકરી છોડી દીધી. એતણે નીતિશનું માર્ગદર્શન કર્યું અને પાલન-પોષણ કર્યું. તેની સખત મહેનતનુ ફળ હવે મળી રહ્યું છે. મેં નીતિશને ત્યારે જોયો હતો, જ્યારે તે 17 વર્ષનો હતો, તેના પર ગર્વ છે. ભવિષ્યમાં તે હૈદરાબાદ અને ભારત માટે શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. નીતિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના પિતા પહેલા વ્યક્તિ છે, જેણે તેના પર વિશ્વાસ કર્યો હતો કે તે એક સારો ક્રિકેટર બની શકે છે.

26 મેં 2003ના રોજ જન્મેલા નીતિશ કુમાર શરૂઆતથી જ કોહલીનો ફેન રહ્યો. પોતાના એજ ગ્રુપમાં આંધ્ર પ્રદેશ માટે ટોપ ઓર્ડરમાં હાવી રહ્યો છે. નીતિશે 2017-18 સીઝનમાં વિજય મર્ચન્ટ ટ્રોફીના રેકોર્ડ બુકમાં પોતાનું નામ સામેલ કરી લીધું હતું. નીતિશે 176.41ની શાનદાર એવરેજથી 1237 રન બનાવ્યા હતા, જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ રન હતા. આ દરમિયાન તેણે એક ત્રિપલ સેન્ચુરી પણ, 2 અડધી સદી અને નાગાલેન્ડ વિરુદ્ધ 366 બૉલમાં 411 રન બનાવ્યા હતા. નીતિશને 2018માં વાર્ષિક પુરસ્કાર સમારોહમાં BCCI દ્વારા અંડર-16 કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો, ત્યારે તેની મુલાકાત પોતાના આદર્શ વિરાટ સાથે થઈ હતી. રેડ્ડી પોતાના બેટથી કમાલ કરે જ છે, છેલ્લી 2 રણજી ટ્રોફી સિઝનમાં 25-25 વિકેટ લીધી છે.

આ સિઝનમાં જ્યારે અંધારે ક્વાર્ટર ફાઇનલ ફિનિશ કરી તો તે પોતાની ટીમ માટે અગ્રણી વિકેટ લેનાર બોલરના રૂપમાં સામે આવ્યો. નીતિશ રેડ્ડીએ રણજી ટ્રોફી દરમિયાન મુંબઈ વિરુદ્ધ પોતાની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં 5 વિકેટ લીધી હતી. તો રેડ્ડીએ આંધ્ર માટે ઓપનર બેટ્સમેનના રિપે બેટિંગ કરી છે. તેણે વર્ષ 2018-19 સીઝનમાં અંડર-19 ચેલેન્જર ટ્રોફીમાં ઈન્ડિયા ગ્રીન માટે ઇનિંગની શરૂઆત કરી હતી. નીતિશના પિતા મૂત્યાલાએ પોતાના પુત્ર બાબતે મોટો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, NCAમાં હાર્દિક પંડ્યા સાથે મુલાકાત બાદ નીતિશના કરિયર બદલાઈ ગયું. NCAમાં વિતાવેલા પોતાના U19 દિવસો દરમિયાન તેને હાર્દિક પંડ્યા સાથે વાત કરવાનો અવસર મળ્યો. ત્યારથી તે માત્ર એક ઑલરાઉન્ડર બનવા માગતો હતો.

નીતિશ કુમાર રેડ્ડીનો ઘરેલુ ક્રિકેટમાં રેકોર્ડ:

17 ફર્સ્ટ ક્લાસ મેચ: 566 રન, 20.96 એવરેજ, 52 વિકેટ

22 લિસ્ટ A: 403 રન, 36.63 એવરેજ, 14 વિકેટ

9 T20: 170 રન 34.00 એવરેજ 1 વિકેટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp