કોણ છે પૂજા બિશ્નોઇ, જેનો ખર્ચ ઉઠાવી રહ્યો છે વિરાટ કોહલી?

PC: twitter.com

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લોકોની મદદ કરવામાં હંમેશાં જ એક્ટિવ રહે છે. હાલમાં વિરાટ કોહલી સાથે જોડાયેલા સારા સમાચાર સામે આવ્યા છે. જેને સાંભળ્યા પછી કિંગ કોહલીના પ્રતિ તમારા મનમાં સન્માન વધી જશે. 9 વર્ષની બાળકીનું ધો.5માનું રિઝલ્ટ આવ્યા બાદ તેને ટ્વીટર દ્વારા લોકોને જણાવ્યું કે, તે 76.17 ટકા સાથે પાસ થઇ છે. તેમજ, તેને પોતાના આ ટ્વીટમાં વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો છે.

પૂજા બિશ્નોઇએ ટ્વીટર પર રિપોર્ટકાર્ડના સ્ક્રીનશોટને શેર કર્યાની સાથે જ વિરાટ કોહલીને ટેગ કરીને લખ્યું કે, ‘આજે મારું ધો.5નું રિઝલ્ટ આવ્યું છે. મારા 76.17 ટકા આવ્યા છે. વિરાટ કોહલી સરનો આભાર વ્યક્ત કરું છું કે, તેમને મને દેશની બીજા નંબરની સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે. થેન્ક્યૂ.’

પૂજા બિશ્નોઇ ગુડા બિશ્નોઇયાન ગામ સાથે સંબંધ ધરાવે છે. પૂજાનું સપનું છે કે, તે એથલીટ બને અને તેના આ સપનાઓને પૂરા કરવામાં વિરાટ કોહલી તેની મદદ કરી રહ્યો છે. વિરાટ કોહલી ફાઉન્ડેશન પૂજાના ટ્રાવેલ, ન્યૂટ્રીશન અને ટ્રેનિંગનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. આ ઉપરાંત, વિરાટ કોહલીના ફાઉન્ડેશને પૂજાને જોધપુરમાં ફ્લેટ પણ આપ્યો છે.

પૂજાએ 3 વર્ષની ઉમરથી જ એથલીટ બનવાની દિશામાં પ્રથમ પગલું મૂક્યું હતું. 8 વર્ષની ઉમરમાં પૂજાએ 3 કિમીની દૌડ 12.50 મિનિટમાં પૂરી કરી અંડર 10 વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત પૂજા બિશ્નોઈએ 6 વર્ષની ઉંમરે 48 મિનિટમાં 10 કિમીની દોડ પૂરી કરી હતી. દુબઈ સરકાર દ્વારા પૂજાને આયર્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Pooja Bishnoi (@poojabishnoi36)

પૂજા બિશ્નોઇ એક દૌડવીરની સાથે જ ફાસ્ટ બોલર પણ છે, એક વર્ષ પછી તે યૂથ ઓલિમ્પિક 2024 ક્વોલીફાઈ સ્પર્ધામાં પણ ભાગ લેશે. ત્રણ હજાર મીટર લોંગ રનિંગ પૂજા બિશ્નોઇની ફેવરિટ ઇવેન્ટ છે. પૂજા આ સમયે પોતાનો પૂરું ફોકસ શિક્ષણ અને રમતની તૈયારીઓ પર કરી રહી છે. તે રોજ સવારે ત્રણ કલાકે ઉઠે છે. સવારે ત્રણ-ચાર કલાક પ્રેક્ટીસ કર્યા બાદ, તે સવારે સાત કલાકે શાળામાં જાય છે, પછી સાંજે ફરી પાંચ કલાક રનિંગ પ્રેક્ટીસ કરે છે.

વર્ષ 2019માં મુંબઈમાં વિરાટ કોહલી ફાઉન્ડેશનની તરફથી આયોજિત ઈન્ડિયા સ્પોર્ટ્સ ઓનર કાર્યક્રમમાં પૂજા બિશ્નોઇને બોલાવવામાં આવી હતી. સમારોહમાં પૂજાની મુલાકાત વિરાટ કોહલી અને અભિનેતા અમિતાભ બચ્ચન સાથે થઇ હતી. અમિતાભ બચ્ચન પણ પૂજાની પ્રતિભાથી પ્રભાવિત થયા હતા. અમિતાભ બચ્ચને પૂજા બિશ્નોઇને ઇન્ટરનેશનલ એથલીટ બનવા માટેની દરેક શક્ય પ્રયત્નો કરવાનો વચન કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp