ઈંગ્લેન્ડને ધૂળ ચટાવનાર રવિન્દ્રનું સચિન-દ્રવિડના નામ પર પિતાએ પાડેલું રચિન નામ

PC: twitter.com

વન-ડે વર્લ્ડ કપની શાનદાર શરૂઆત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવી દીધી હતી. પહેલા બેટિંગ કરતા ઇંગ્લિશ ટીમે સીમિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. જો રૂટે 77 રનની ઇનિંગ રમી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 36.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ડેવોન કોનવેએ 121 બૉલમાં 19 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી નોટઆઉટ 151 રન અને રચિન રવીન્દ્રએ 96 બૉલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 123 રનની ઇનિંગ રમી હતી. આ બંનેની પહેલી વન-ડે વર્લ્ડ કપ મેચ છે અને આ ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જ મેચમાં બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું.

તેમાં સૌથી વધુ પ્રશંસા 23 વર્ષીય રચિન રવીન્દ્રની થઈ રહી છે, જે એક ઓલરાઉન્ડર છે. તે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો જે ન્યૂઝીલેન્ડના નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સનની બેટિંગ પોઝિશન છે. જો કે રચિન રવીન્દ્રએ પોતાની બેટિંગથી વિલિયમ્સનની અછત અનુભવાવા ન દીધી. એ રચિનની 13મી વન-ડે મેચ હતી અને તેણે જે પરિપક્વતાથી બેટિંગ કરી તેને જોઈને દરેક હેરાન રહી ગયું. સૌથી મોટી વાત તો એ છે કે એ મેચ માટે રચિનની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા પણ પાક્કી નહોતી. ન્યૂઝીલેન્ડની ટીમ લોકી ફોર્ગ્યૂસન સાથે ઉતરવાની હતી, પરંતુ ગુરુવારે તેને ઇજાની જાણકારી આપી અને મેચના એક દિવસ અગાઉ રચિનને કહેવામાં આવ્યું કે તે રમવા જઈ રહ્યો છે.

અવસર મળતા જ રચિને શાનદાર ઇનિંગ રમી. માત્ર બેટથી જ નહીં બૉલથી પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની 10 ઓવરમાં 76 રન આપીને હેરી બ્રૂકની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. તે હવે ન્યૂઝીલેન્ડ માટે વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે. તેણે 82 બૉલમાં સદી ફટકારી. તો કોનવેએ આ મેચમાં 83 બૉલમાં સદી ફટકારી. તે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. આ અગાઉ આ રેકોર્ડ ગપ્ટિલના નામે હતો. તેને વર્ષ 2015ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 88 બૉલમાં સદી ફટકારી હતી. એ રચિનનાં ઇન્ટરનેશનલ કરિયરની પહેલી સદી પણ હતી. તો સ્ટીફન ફ્લેમિંગે વર્ષ 2007ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 90 બૉલમાં સદી ફટકારી હતી અને તે લિસ્ટમાં ચોથા નંબર પર છે.

 ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ ઇનિંગ બાદ સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. દરેક જાણવા માગે છે કે આખરે રચિનનું ભારત સાથે શું કનેક્શન છે અને તેના આ અનોખા અનામ પાછળની શું કહાની છે. રચિનનો જન્મ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં 18 નવેમ્બર 1999ના રોજ થયો હતો. તેના પિતા કૃષ્ણમૂર્તિ એક સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ કર્ણાટકના બેંગ્લોરથી સંબંધન ધરાવે છે. 90ના દશકમાં રવિ ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગયા હતા અને વેલિંગ્ટનમાં જ રચિનનો જન્મ થયો હતો.

રચિનના પિતા રવિને ક્રિકેટ ખૂબ પસંદ છે અને તે ભારતીય દિગ્ગજ સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડનો ખૂબ મોટો ફેન છે. જ્યારે રચિનનો જન્મ થયો તો રવિએ તેનું નામ સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડના નામ પર રાખવાનો નિર્ણય લીધો. તેણે રાહુલમાંથી ‘ર’ અને સચિનમાંથી ‘ચિન’ શબ્દને મળાવીને નામ રાખવાનો નિર્ણય લીધો. આ પ્રકારે આ 23 વર્ષિય ક્રિકેટરનું નામ પડી ગયું. ઓછી ઉંમરમાં જ રચિને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલા અંડર-19 ક્રિકેટ રમી અને પછી નેશનલ ક્રિકેટ ટીમમમાં જગ્યા બનાવી.

તેણે વર્ષે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષ 2016 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ અને વર્ષ 2018 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનો હિસ્સો હતો. વર્ષ 2018 અંડર-19 વર્લ્ડ કપમાં તે ઉભરતો સ્ટારના રૂપમાં સન્માનિત થયો હતો. તેને લોર્ડ્સમાં ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સિલેકટ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્લેઇંગ ઈલેવનમાં જગ્યા મળી શકી નહોતી. રચિને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મેં 4 વર્ષ સુધી સદીઓ દરમિયાન RDT (અનંતપુર, આંધ્ર પ્રદેશ)માં તાલીમ લીધી. મહાન સચિન તેંદુલકરને પોતાના આદર્શ બતાવતા રચિને વર્ષ 2016માં કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિનની બેટિંગ શૈલીને શીખવાનો પ્રયાસ છે. મારી બેટિંગના આદર્શ સચિન છે. જ્યારે હું નાનો હતો ત્યારથી હું તેમને જોઈને શીખ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp