કોણ છે સચિન, જેણે હારેલી બાજી પલ્ટીને ભારતને અપાવી ફાઈનલની ટિકિટ?

PC: zeenews.india.com

5 વખત અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતે 6 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકન ટીમને 2 વિકેટે હરાવીને નવમી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો. કેપ્ટન ઉદય સહારને 81 (124 બૉલ) રનોની ઇનિંગ રમી. તો તેને સચિન ધાસ 96 (95 બૉલ)નો શાનદાર સાથ મળ્યો. આ પ્રકારે ભારતે 245 રનના ટારગેટને 7 બૉલ બાકી રહેતા હાંસલ કરી લીધો. ઉલ્લેખનીય છે કે કે ભારતીય ટીમે એક સમયે 32 રન પર જ પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.

સચિન ધાસે આ અગાઉ નેપાળ વિરુદ્ધ પણ મેચમાં 117 રનોની ઇનિંગ રમી હતી. કુલ મળીને સચિન અને ઉદયે એક પ્રકારે એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે આગામી સમયમાં તેઓ ભારતીય ટીમમાં પણ દાવેદારી ઠોકી શકે છે. આમ આ જોડીએ ગત મેચમાં નેપાળ વિરુદ્ધ 200 કરતા વધુ રનોની પાર્ટનરશિપ કરી હતી. તો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આ જોડીએ 187 બૉલમાં 171 રનોની પાર્ટનરશિપ કરી અને ફસાયેલી મેચને જીતમાં બદલી નાખી. હવે જાણીએ કોણ છે સચિન ધાસ?

 
 
 
View this post on Instagram

A post shared by ICC (@icc)

કોણ છે સચિન ધાસ:

સચિન ધાસ મહારાષ્ટ્રના બીડનો રહેવાસી છે. તેણે પૂણેમાં એક ઇન્વિટેશન અંડર-19 ટૂર્નામેન્ટમાં છગ્ગા મારવાની ક્ષમતાથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સચિનના છગ્ગા મારવાથી આયોજક એટલા હેરાન થઈ ગયા કે તેમણે તેના બેટની પણ તપાસ કરી હતી. સચિન ધાસના પિતા સંજય ધાસે તેનું નામ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરના નામ પર રાખ્યું છે. જે સુનિલ ગાવસ્કર બાદ બીજા પસંદગીના ક્રિકેટર છે. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા સંજય ધાસે જણાવ્યું કે, તે પોતે યુનિવર્સિટી લેવલ પર ક્રિકેટ રમી ચૂક્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by ICC (@icc)

સંજયે આ વાતચીમાં જણાવ્યું હતું કે તેમણે પોતાના દીકરાને તેના જન્મ અગાઉ જ ક્રિકેટર બનાવવાનો પ્લાન તૈયાર કરી લીધો હતો. સચિન ધાસના પિતા સંજય ધાસે આ વાતચીત દરમિયાન એ પણ ખુલાસો કર્યો કે તેમણે પોતાના દીકરાને ટ્રેનિંગ આપવા માટે પૈસા ઉધાર લઈને ટર્ફ વિકેટ તૈયાર કરી. જો કે, બીડમાં જળ સંકટના કારણે વિકેટોને ફ્રેશ રાખવું મુશ્કેલ કામ હતું. એટલે તેને દર બીજા કે ત્રીજા દિવસે પાણીના ટેન્કરને બોલાવવા પડતા હતા. સંજય સચિનની સફળતાનો શ્રેય કોચ અજહરને આપે છે, જેમણે તેને પ્રતિભાશાળી બેટ્સમેન બનાવવા માટે અથાક મહેનત કરી.

સચિન ધાસ અંડર-19 વર્લ્ડ કપ 2024માં બીજો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. તેણે અત્યાર સુધી 6 મેચોમાં 73.50ની એવરેજથી 294 રન બનાવ્યા છે. નંબર-1 પર ભારતીય બેટ્સમેન મુશીર ખાન છે, તેણે 6 મેચમાં 67.60ની એવરેજથી 338 રન બનાવ્યા છે. સચિન ધાસની માતા સુરેખા ધાસ મહારાષ્ટ્ર પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (API) છે, તેઓ પોતાના સમયમાં એક કબડ્ડી ખેલાડી રહી ચૂક્યા છે. તો સચિનના પિતા યુનિવર્સિટી લેવલ પર ક્રિકેટ રમી ચૂક્યા છે. તો સચિનની બહેન પ્રતિક્ષા પૂણેમાં UPSCની તૈયારી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp