T20 વર્લ્ડ કપમાં વિકેટકીપર કોણ? રેસમાં પંત સહિત 4 દાવેદાર, કોનું નામ સૌથી આગળ?

PC: timesofindia-indiatimes-com.translate.goog

માત્ર 15 મહિના પહેલા જ જીવન-મરણની લડાઈ લડી રહેલા રિષભ પંતે ટીમ ઈન્ડિયામાં પોતાના પુનરાગમનનું લગભગ નક્કી કરી નાખ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ વિનિંગ ઇનિંગ રમીને તેણે બતાવ્યું છે કે, હવે તે રાષ્ટ્રીય ટીમ માટે રમવા માટે તૈયાર છે. રિષભ પંતનું પુનરાગમન એ પક્ષી ફીનિક્સ જેવું છે, જે પોતાની રાખમાંથી ઉભું થતું હોય છે. એક વર્ષ પહેલા, જ્યારે રિષભ પંતની ચર્ચા હતી, ત્યારે બધાને શંકા હતી કે, તે પુનરાગમન કરી શકશે કે કેમ. જો તે પાછો ફરે છે તો તે કયા સ્તરનું ક્રિકેટ રમશે? તે વિકેટકીપિંગ કરી શકશે કે નહીં? પરંતુ રિષભ પંતને વિશ્વાસ હતો કે, તે રમશે અને હવે તે રમી રહ્યો છે.

રિષભ પંતના પુનરાગમનને માત્ર દિલ્હી કેપિટલ્સ અથવા IPL સાથે જોડવું યોગ્ય નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેણે જે રીતે બેટિંગ કરી, તે ચોક્કસપણે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હશે. રિષભ પંતે આ ઈનિંગમાં પહેલા સંયમ દર્શાવ્યો હતો. 10મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા રિષભ પંતે એક સમયે 23 બોલમાં માત્ર 23 રન જ બનાવ્યા હતા. પરંતુ જેમ જેમ છેલ્લી ઓવર નજીક આવી, તેણે પોતાનો મિજાજ બદલ્યો અને બોલરોની ધોલાઈ કરવાનું શરૂ કર્યું. પંતે થોડી જ વારમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. રિષભ પંત આખરે 32 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. એટલે કે તેણે તેના છેલ્લા 9 બોલમાં 28 રન બનાવ્યા.

રિષભ પંતની આ ઇનિંગે રાષ્ટ્રીય ટીમના પસંદગીકારોને બીજો વિકલ્પ આપ્યો છે. કાર અકસ્માત પહેલા રિષભ પંત ભારતીય ટીમનો નિયમિત હિસ્સો હતો. રિષભ પંત ઈજાગ્રસ્ત થયા પછી ભારતીય ટીમમાં અન્ય વિકેટકીપર આવવા-જવા લાગ્યા હતા. અલગ-અલગ વિકેટકીપર અલગ-અલગ ફોર્મેટમાં ટીમમાં આવ્યા અને કેટલાક બહાર પણ થઈ ગયા. પરંતુ ઇશાન કિશન, સંજુ સેમસન, KL રાહુલ, ધ્રુવ જુરેલ, જીતેશ શર્મા જેવા કેટલાક નામ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે મજબૂત દાવા કરી રહ્યા છે. હવે આ યાદીમાં રિષભ પંતનું નામ પણ જોડાઈ ગયું છે. તેમાં કોઈ શંકા નથી કે, જો પંત સારું ફોર્મ બતાવશે તો તે અન્ય કોઈપણ વિકેટકીપર બેટ્સમેનને પછાડી દેશે.

રિષભ પંત અને સંજુ સેમસન એવા વિકેટકીપર બેટ્સમેન છે, જેમણે IPL 2024માં અત્યાર સુધી રમાયેલી મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા છે. બંનેએ લીગમાં અત્યાર સુધીમાં 97-97 રન બનાવ્યા છે, જેમાં એક-એક અડધી સદી સામેલ છે. વધુ રન બનાવનારા ભારતીય વિકેટકીપર બેટ્સમેનોમાં દિનેશ કાર્તિક (86) અને KL રાહુલ પણ આગળ છે. ઈશાન કિશન, જીતેશ શર્મા, ધ્રુવ જુરેલ અત્યાર સુધી કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp