કોણ છે વિજયકુમાર વિષક? જેને પહેલી વખત ભારતીય ટીમમાં મળી જગ્યા?
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ગઇ છે. Vijaykumar Vyshakને પહેલી વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિજય કુમાર ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમે છે. તેણે 24 ફેબ્રુઆરી 2021ના રોજ 2020-21 વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક માટે પોતાની લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું. પછી તેણે 5 નવેમ્બર 2021ના રોજ 2021-22 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્ણાટક માટે પોતાનું T20 ડેબ્યૂ કર્યું હતું.
તેણે 17 ફેબ્રુઆરી 2022ના રોજ 2021-22ની રણજી ટ્રોફીમાં કર્ણાટક માટે પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. 7 એપ્રિલ 2023ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLમાં રજત પાટીદારની જગ્યાએ ટીમમાં સાઇન કર્યો હતો. 15 એપ્રિલ 2023ના રોજ તેણે IPLમાં દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ IPLની શરૂઆત કરી હતી. વિજય કુમાર શરૂઆતમાં એક ઓપનર બેટ્સમેન હતો, પરંતુ ત્યારબાદ તેણે બોલિંગ પર વધુ ફોકસ કર્યું. તેણે IPL ડેબ્યૂની પહેલી વિકેટ દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરના રૂપમાં લીધી હતી.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) October 25, 2024
Squads for India’s tour of South Africa & Border-Gavaskar Trophy announced 🔽#TeamIndia | #SAvIND | #AUSvIND pic.twitter.com/Z4eTXlH3u0
વિજય કુમારે 25 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 99 વિકેટ લીધી છે, જ્યારે 21 લિસ્ટ A મેચમાં તેના નામે 34 વિકેટ છે. તો T20ની વાત કરીએ તો વિજય કુમારે 30 મેચોમાં 42 વિકેટ પોતાના નામે કરી છે. હવે જોવાનું એ રહેશે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 સીરિઝમાં તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે T20 સીરિઝની શરૂઆત 8 નવેમ્બરથી થશે. કુલ 4 T20 ઇન્ટરનેશનાલ મેચ રમાશે. બધી મેચ દક્ષિણ આફ્રિકામાં રમાશે.
T20 સીરિઝ માટે ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશાક, અવેશ ખાન અને યશ દયાલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp