જોહનિસબર્ગમાં પર કોણ બાજી મારશે બેટ્સમેન કે બોલરો? જાણો પીચનો રેકોર્ડ

PC: jagran.com

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે 3 મેચની T-20 સીરિઝ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ DLS પદ્ધતિને કારણે બીજી મેચ 5 વિકેટે જીતી હતી. આવી સ્થિતિમાં આફ્રિકા પાસે હાલમાં 1-0ની લીડ છે. ભારત હવે આ શ્રેણી જીતી શકે તેમ નથી. પરંતુ જોહાનિસબર્ગમાં યોજાનારી ત્રીજી T-20 જીતીને તે ચોક્કસપણે શ્રેણી ડ્રો કરવા માંગશે. તો આ સાથે જ દક્ષિણ આફ્રિકાની નજર શ્રેણી જીતવા પર હશે. તો ચાલો જાણીએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનારી ત્રીજી T20માં પિચનો મિજાજ કેવો હશે.

અહીં તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે 3 મેચની T20 સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ 14 ડિસેમ્બર ગુરુવારે રમાશે. જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં આ રોમાંચક મેચનું આયોજન કરવામાં આવશે. વોન્ડરર્સ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે મદદરૂપ સાબિત થાય છે. અહીં બેટ્સમેન ઘણા રન બનાવે છે. આ મેદાન પર ઘણી બધા ચોગ્ગા અને છગ્ગાઓ વાગતા હોય છે અને સારા બાઉન્સને કારણે બોલ બેટ પર સરળતાથી આવી જાય છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. જ્યારે, વાદળછાયા વાતાવરણને કારણે ઝડપી બોલરોને પણ થોડી ઘણી મદદ મળી શકે છે.

જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 26 T20 મેચ રમાઈ છે, જેમાંથી 13માં પ્રથમ બેટિંગ કરનારી ટીમ અને 13માં જ બીજા ક્રમે બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે. આ પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 171 રન છે જ્યારે બીજી ઈનિંગનો 145 રન છે.

ત્રીજી T20 માટે બંને ટીમો આ પ્રમાણે રહેશે: ભારતઃ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.

દક્ષિણ આફ્રિકા: એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રેત્ઝકે, નાન્દ્રે બર્જર, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જાનસન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, તબરેઝ શમ્સી, ટ્રીસ્ટન સ્ટબ્સ, લિઝાડ વિલિયમ્સ, બ્યૂરન હેન્ડ્રીક્સ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp