કોણ તોડશે સચિનનો 100 સદીનો રેકોર્ડ? લારાનો આ જવાબ કોહલીના ફેન્સને નહીં ગમે

PC: crictoday.com

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તેણે સચિન તેંડુલકરનો સૌથી વધુ ODI સદીનો રેકોર્ડ તોડ્યો. હવે ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 100 સદીનો રેકોર્ડ તોડશે? આનો જવાબ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ આપ્યો છે.

બ્રાયન લારાના કહેવા પ્રમાણે, વિરાટ કોહલીની ઉંમરને ધ્યાનમાં રાખીને આ ટાસ્ક (100 સદીનો રેકોર્ડ) તેના માટે ખૂબ જ મુશ્કેલ બનશે. તેણે મીડિયા સૂત્રોને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, વિરાટ કોહલી હવે 35 વર્ષનો થઈ ગયો છે. તેના નામે કુલ 80 સદી છે, પરંતુ સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવા માટે તેને હજુ 20 સદીની જરૂર છે. જો તે દર વર્ષે પાંચ સદી ફટકારે તો પણ તેને સચિન તેંડુલકરની બરાબરી કરવા માટે હજુ ચાર વર્ષનો સમય લાગશે. ત્યાં સુધીમાં કોહલી 39 વર્ષનો થઈ ગયો હશે. આવી સ્થિતિમાં, આ કાર્ય ખૂબ મુશ્કેલ લાગે છે.

બ્રાયન લારાએ વધુમાં કહ્યું કે, જે લોકો કહી રહ્યા છે કે વિરાટ કોહલી 100 સદીનો રેકોર્ડ તોડી નાખશે, તેઓ કદાચ ક્રિકેટના તર્કને ધ્યાનમાં રાખતા નથી. 20 સદી ફટકારવી એ સરળ કામ નથી. મોટા ભાગના ક્રિકેટરો પોતાની આખી કારકિર્દીમાં આટલી સદી ફટકારી શકતા નથી. બ્રાયન લારાના કહેવા પ્રમાણે, વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી નાખશે તેવું કહેવાની તેનામાં હિંમત નથી. ઉંમર કોઈ માટે અટકતી નથી. વિરાટ કોહલી ઘણા વધુ રેકોર્ડ તોડશે પરંતુ 100 સદી ફટકારવી મુશ્કેલ લાગે છે.

જોકે, બ્રાયન લારાએ કહ્યું કે, જો વિરાટ કોહલી આ કરી શકશે તો તે ખૂબ જ ખુશ થશે. તેણે કહ્યું કે માત્ર વિરાટ કોહલી જ 100 સદીના રેકોર્ડની નજીક આવી શક્યો છે. વિરાટ કોહલીના જીવનમાં અનુશાસન અને તેની રમત પ્રત્યે સમર્પણની ભાવના, એના કારણે તે ભારતીય સુપરસ્ટારનો મોટો ચાહક છે. બ્રાયન લારાના કહેવા પ્રમાણે, આવી સ્થિતિમાં જો વિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડે છે તો તે ખૂબ જ ખુશ થશે.

વિરાટ કોહલીની વાત કરીએ તો, વર્ષ 2023માં તેણે ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 8 સદી ફટકારી છે. આવી સ્થિતિમાં, ચાહકોને આશા હશે કે, તે આગામી કેટલાક વર્ષો સુધી આ ફોર્મ જાળવી રાખે, જેથી તે સચિન તેંડુલકરના 100 સદીના રેકોર્ડને પણ તોડી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp