ભારતની સાથે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં કોણ રમશે? આ ટીમો રેસમાં...

PC: abpnews.com

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયા સતત 8 મેચ જીતવાની સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે. તો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પણ સેમીફાઈનલ માટે ક્વોલિફાઇ થઇ ગયા છે. ICCના ફોર્મેટ અનુસાર ભારતની સેમીફાઇનલ મેચ પોઇન્ટ ટેબલમાં ચોથા નંબરની ટીમ સાથે થશે. જોકે, આ ચોથા સ્થાન માટે કાંટાની ટક્કર છે. એક સ્થાન માટે 3 ટીમોની વચ્ચે જંગ છે. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે સેમીમાં પહોંચવાની તક છે.

ન્યૂઝીલેન્ડની ટીમ માટે આ ટૂર્નામેન્ટ ઉતાર-ચઢાવવાળી રહી છે. કીવી ટીમે શરૂઆતની સતત 4 મેચ જીતી, જ્યારે ભારત સામે મળેલી હાર પછી તેઓ સતત 3 મેચ હાર્યા છે. સ્થિતિ એવી છે કે આજે શ્રીલંકા સામેની મેચ કીવી ટીમે જીત હાંસલ કરવાની રહેશે. જો શ્રીલંકા સામે કીવી ટીમ હારી જાય છે તો તેમણે આશા કરવાની રહેશે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ તેમની બાકીની મેચ મોટા અંતરે હારી જાય. એવામાં તેઓ નેટ રનરેટના આધારે 4 જીતની સાથે સેમીફાઇનલમાં પહોંચી શકે છે.

પાકિસ્તાન પણ સેમીમાં પહોંચવાની દાવેદાર છે. પાકિસ્તાને શરૂઆતી બે મેચ જીતી, પણ ભારત સામે હાર્યા અને પછી સતત 4 મેચ હાર્યા. જોકે, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની જીત પછી પાકની આશા કાયમ છે. સેમીમાં પાક ટીમે પહોંચવા માટે ન માત્ર જીત જોઇશે બલ્કે મોટા માર્જિનથી જીત હાંસલ કરવાની રહેશે. જો ન્યૂઝીલેન્ડ પોતાની મેચ જીતે છે તો પાકિસ્તાનને ખબર પડી જશે કે તેણે નેટ રનરેટના આધારે સેમીફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડ સામેની 11 નવેમ્બરની મેચમાં મોટી જીત જોઇશે. એવું પણ સંભવ છે કે તે ઈંગ્લેન્ડ સામેની જીત છતાં સેમીમાં પહોંચી શકે નહીં. પણ જો શ્રીલંકા સામેની મેચમાં ન્યૂઝીલેન્ડ હારી ગયું તો પાકિસ્તાનનો રસ્તો સરળ થઇ જશે.

આ વર્લ્ડ કપમાં સૌ કોઇને પોતાના પ્રદર્શનથી ચકિત કરનારી અફઘાનિસ્તાનની ટીમ પણ સેમીની રેસમાં છે. પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાને હરાવનારી આ ટીમ જો સાઉથ આફ્રિકાને મોટા અંતરથી માત આપે છે અને ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન પોતાની મેચ હારી જાય છે તો તેમનો રસ્તો સરળ બની શકે છે. જોકે અફઘાન ટીમની રનરેટ માઇનસમાં છે તો તેમની સંભાવના ઓછી છે. પણ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. અહીં કશુ પણ થઇ શકે છે. કોઇએ પણ એ ભૂલવું ન જોઇએ કે અફઘાનિસ્તાને 3 વિશ્વ વિજેતા ટીમોને માત આપી છે અને ઓસ્ટ્રેલિયાને પણ લગભગ હરાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp