અફઘાનિસ્તાન સામેની મેચમાં કાળી પટ્ટી બાંધીને ઉતરી ટીમ, જાણો કારણ

PC: BCCI

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8માં ગુરુવારે પોતાની પહેલી મેચ રમવા ઉતરી હતી. આ મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેનિંગસ્ટન ઓવલ મેદાન પર રમાઈ હતી, જેમાં ભારતીય ખેલાડી પોતાના હાથો પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા હતા. એવામાં ફેન્સને એવો સવાલ જરૂર થઈ રહ્યો છે કે અંતે ભારતીય ખેલાડીઓએ એમ શા માટે કર્યું? તેનો જવાબ છે ભારતીય ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધીને પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોનસનને શ્રદ્ધાંજલિ આપી છે.

જોનસનનું ગુરુવારે (20 જૂને) જ પોતાના અપાર્ટમેન્ટના ચોથા માળ પરથી પડી જવાથી મોત થઈ ગયું. માનવામાં આવી રહ્યું છે કે જોનસનની માનસિક સ્થિતિ સારી નહોતી. જેના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી છે. કોટ્ટાનુર પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને શબને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપવામાં આવ્યું છે. હાલમાંઆ કોટ્ટાનુર પોલીસ જાણકારી ભેગી કરી રહી છે. આ જ દિવસે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8માં પોતાની મેચ પણ રમવા ઉતરી હતી. એવામાં ભારતીય ખેલાડીઓએ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને ડેવિડ જોનસનને શ્રદ્ધાંજલિ આપી.

જોનસન 52 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને 2 બાળકો છે. જોનસન પોતાના ઘરની પાસે જ ક્રિકેટ અકાદમી ચલાવી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ અસ્વસ્થ હતા. ડેવિડ જોનસને ભારત માટે 2 ટેસ્ટ મેચ રમી. આ દરમિયાન તેમણે 47.66ની એવરેજથી 3 વિકેટ લીધી. જોનસનને ભારત માટે વન-ડે મેચ રમવાનો ચાંસ ન મળ્યો. જોનસને વર્ષ 1996માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ્હી ટેસ્ટના માધ્યમથી પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. જવાગલ શ્રીનાથ ઇજાગ્રસ્ત થવાના કારણે તેમને મેચમાં અવસર મળ્યો મળ્યો.

ડેવિડ જોનસને ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે 39 ફર્સ્ટ ક્લાસ અને 33 લિસ્ટ A મેચ રમી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 28.63ની એવરેજ અને 47.4ની સ્ટ્રાઈક રેટથી 125 વિકેટ લીધી. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક સદી પણ બનાવી છે, જ્યારે લિસ્ટ A મેચોમાં જોન્સને 41 વિકેટ લીધી હતી. વર્ષ 2015માં તેઓ કર્ણાટક પ્રીમિયર લીગમાં રમતા નજારે પડ્યા હતા. મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા, તેના જવાબમાં અફઘાનિસ્તાની ટીમ 134 પર જ ઢેર થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp