થાલાનો કિલ્લો કેવી રીતે થયો ધ્વસ્ત? CSKના પ્લેઓફમાં ન પહોંચવાના 5 કારણ

PC: BCCI

5 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) IPL 2024ના પ્લેઓફમાં પહોંચી શકી નથી. પોતાની અંતિમ લીગ મેચમાં ચેન્નઇને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 27 રનથી હરાવી દીધી. બેંગ્લોર અને ચેન્નઇ બંનેના જ 14-14 પોઇન્ટ્સ રહ્યા, પરંતુ સારી નેટ રનરેટના કારણે ફાફ ડુ પ્લેસિસની આગેવાનીવાળી બેંગ્લોર પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી. ધોનીએ IPL 2024ની શરુઆત અગાઉ ચેન્નઇની કેપ્ટન્સી છોડી દીધી હતી.

એવામાં ઋતુરાજ ગાયકવાડે કેપ્ટન્સીની જવાબદારી સંભાળી. ઋતુરાજે બેટથી તો શાનદાર પ્રદશન કર્યુ અને 14 મેચમાં 583 રન બનવ્યા, પરંતુ કેપ્ટન તરીકે નાવ પાર ન કરાવી શક્યો. એવામાં ચેન્નઇનું છઠ્ઠી વખત ટ્રોફી જીતવાનું સપનું આ સીઝન પુરું થઇ શક્યું નહી. ચાલો જાણીએ ચેન્નઇ પ્લેઓફમાં ન પહોચવાના કેટલાક મોટા કારણ.

ફાસ્ટ બોલરોની ઇજા ધોનીને ખેલાડીઓની અનુપલબ્ધતા:

આ આખી સીઝન ચેન્નઇ પોતાના ફ્રંટલાઇન ફાસ્ટ બોલરોની ઇજા ધોનીને કેટલાક ખેલાડીઓની ગેરહાજરીથી પરેશાન રહી. મથિશા પથિરાના હેમસ્ટ્રિંગની ઇજાથી ઝઝૂમતો નજરે પડ્યો અને તે માત્ર 6 મેચ જ રમી શક્યો. ઇજાના કારણે તે સીઝન વચ્ચે જ શ્રીલંકા જ જતો રહ્યો. બંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિજુર રહમાન ઝિમ્બાબ્વે સામેની સીરિઝના કરણે 1 મેના રોજ થયેલી મેચ બાદ સ્વદેશ જતો રહ્યો. ફાસ્ટ બોલર દીપક ચાહર આ સીઝનમાં ઇજાથી ઝઝૂમતો નજરે પડ્યો અને 8 મેચ જ રમી શક્યો. એવામાં ચેન્નઇની ફાસ્ટ બોલિંગ યુનિટ ખૂબ નબળી થઈ ગઇ. મોઇન અલી પણ ઇંગ્લેન્ડ-પાકિસ્તાન સીરિઝના કારણે અંતિમ મેચ માટે ઉપલબ્ધ હતો.

ધોનીનું નીચેના ક્રમમાં બેટિંગ માટે આવવું

કેપ્ટન્સી છોડવા છતા ધોનીનો જલવો યથાવત રહ્યો અને તેણે આ સીઝનમાં શાનદાર બેટિંગ કરી. ધોનીએ 11 ઇનિંગમા 220.54ની વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 161 રન બનાવ્યા. જો કે, શાનદાર ફોર્મમાં હોવા છતા ધોની મોટા ભાગે નીચેના ક્રમમાં બેટિંગ કરવા ઉતર્યો. ધર્મશાળામા થયેલી મેચમાં તો તે શાર્દુલ ઠાકુરથી પણ નીચે બેટિંગ કરવા આવ્યો હતો. ધોની જો આ સીઝનમાં થોડો ઉપર બેટિંગ કરતો તો ચેન્નઇનું નસીબ પલટી શકતું હતું. ધોની છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે, કદાચ આ જ કારણે ધોનીએ યુવા ખેલાડીઓને પોતાના પહેલા બેટિંગ કરવાનો અવસર આપ્યો.

શિવમ દુબેનું ફોર્મ બીજા હાફમાં ડગમગી ગયુ

મિડલ ઓર્ડર બેટ્સમેન શિવમ દુબેનુ ફોર્મ અંતિમ સમયમાં ડગમગી ગયું. IPL 2024માં શરુઆતી 9 મેચોમાં શિવમ દુબેએ 350 રન બનાવી નાખ્યા હતા. અને તેની એવરેજ 58.33ની હતી, પરંતુ અંતિમ 5 મેચમાં શિવમ દુબેના બેટથી માત્ર 46 રન આવ્યા. આ દરમિયાન તે 2 વખત શૂન્ય પર આઉટ થયો. બેંગ્લોર વિરુદ્વ શિવમ આઉટ ઓફ ફોર્મ નજરે પડ્યો અને 15 બૉલમાં માત્ર 7 રન બનાવ્યા.

અનુભવી રહાણેનો બેટથી ફ્લોપ શૉ

અજિંક્ય રહાણેનું ફોર્મ ધોની સીઝનમાં એકદમ ફ્લોપ રહ્યું. શરુઆતી મેચોમાં રહાણેને મિડલ ઓર્ડરમાં ચાંસ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ઓપનિંગમાં ટ્રાય કરવામાં આવ્યો, પરંતુ રહાણે છાપ ન છોડી શક્યો. રહાણેએ IPL 2024મા 13 મેચ રમી, પરંતુ 242 રન જ બનાવી શક્યો. ધોની દરમિયાન તેની એવરેજ 20.16 ધોનીને સ્ટ્રઇક રેટ 123.46 રહી. તેની તુલનાએ જો રહાણેના ગયા વર્ષના આંકડાઓ જોઇએ તો સ્પષ્ટ થઇ જશે કે તે આ વખત પોતાનું જૂનુ ફોર્મ ભૂલી ચૂક્યો હતો. રહાણેએ ગયા વર્ષે 14 મેચ રમીને 326 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 32.60 ધોનીને 172.49ની હતી.

રવિન્દ્ર-મિચેલની નિરાશાજનક રમત:

ન્યૂઝીલેન્ડના ઇન્ટરનેશનલ ખેલાડી રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલે IPL 2024મા બેટથી નિરાશાજનક પ્રદર્શન કર્યુ. રવિન્દ્રએ 10 મેચોમાં 22.20ની એવરેજથી 222 રન બનાવ્યા. રચિન માત્ર એક મેચમાં 50 રનનો આંકડો પાર કરી શક્યો. ડેરિલ મિચેલે 13 મેચોમાં 28.90ની એવરેજથી 318 રન બનાવ્યા, જેમાં 2 અડધી સદી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp