બેવડી સદી બાદ ગૌતમ ગંભીરે કેમ કહ્યું- મીડિયા જૈસવાલથી દૂર રહે
હાલમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે, જેમાં ભારતના સ્ટાર ઓપનર યશસ્વી જૈસવાલની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. જૈસવાલે ઈંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારીને અનેક રેકોર્ડ બનાવ્યા હતા, ક્રિકેટ ફેન્સ અને મીડિયામાં બસ જૈસવાલની જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે ગૌતમ ગંભીરે પણ જૈસવાલના વખાણ કર્યા હતા. પરંતુ ગંભીરે યશસ્વીના વખાણ કરનારા લોકોને પણ ચેતવ્યા હતા. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, દિગ્ગજોથી તુલના તેના પતનનું કારણ બની શકે છે. 22 વર્ષીય યશસ્વીને પોતાની ગેમ રમવા પર ધ્યાન આપવું જોઈએ અને બિનજરૂરી આશા ન ઉભી કરવામાં આવે, કારણ કે આનાથી તેના પર પ્રેશર પડશે.
ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું યશસ્વીના બેવડી સદીના અચિવમેન્ટ માટે તેને શુભેચ્છા આપું છું, પરંતુ સૌથી જરૂરી છે કે હું બાકી લોકોને કહેવા માગું છું કે, તેને રમવા દે. આપણે જોયું છે કે ભારતમાં એક આદત છે, ખાસ કરીને મીડિયાને. મીડિયાના લોકો ઉપલબ્ધીને વધુ જ હાઇલાઇટ કરે છે અને તમામ ટેગ્સ આપીને તેને હીરો બનાવી દે છે. આશાઓનું પ્રેશર પ્લેયર પર ભારે પડી જાય છે અને તે પોતાની નેચરલ ગેમ નથી રમી શકતો. તેને આગળ વધવા દો અને પોતાની ગેમ એન્જોય કરવા દો.
મોહમ્મદ સિરાજને બીજી ટેસ્ટથી કેમ કર્યો બહાર, રોહિત શર્માએ આપ્યું કારણ
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં રમવા ઉતરી અને પ્લેઇંગ ઇલેવનમાં 3 મોટા બદલાવ કર્યા છે. હૈદરાબાદ ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમને કે.એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થવાથી ઝટકા લાગ્યા. બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં 2 બદલાવની જાણકારી બધાને હતી, પરંતુ ત્રીજું નામ ચોંકાવનારું રહ્યું. મોહમ્મદ સિરાજ બહાર બેસાડવાની જાણકારી કેપ્ટન રોહિત શર્માએ ટોસના સમયે આપી અને તેનું કારણ પણ બતાવ્યું.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ અગાઉ ટોસ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનથી બહાર રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ઘણા સમયથી તે સતત મેચ રમી રહ્યો છે. તેને આરામ આપવાનો નિર્ણય લીધો છે અને આ કારણે મોહમ્મદ સિરાજને બહાર રાખતા મુકેશ કુમારને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા. BCCIએ મોહમ્મદ સિરાજને લઈને અપડેટ આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp