કોહલી-નવીન વિવાદ પર ગંભીર ફરી ગુસ્સે થયા, બોલ્યા- કોઈ પણ આવીને મારા ખેલાડીઓ..

PC: economictimes.indiatimes.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 દરમિયાન વિરાટ કોહલી અને નવીન-ઉલ હક વચ્ચે થયેલા ઝઘડાએ ખૂબ ચર્ચા મેળવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી મેચ દરમિયાન આ બંને ખેલાડી પરસ્પર ઝઘડી પડ્યા હતા. મેચ બાદ પણ બંને ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી રહી, જેના કારણે લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર પણ કૂદી પડ્યા હતા. ગૌતમ ગંભીરે હાલમાં જ આપેલા ઇન્ટરવ્યૂમાં આ વિવાદ પર ખૂલીને વાત કહી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનું કહેવું છે કે, કોઈ પણ આવીને તેમના ખેલાડીઓ પર હાવી નહીં થઈ શકે. તેમણે સાથે જ એમ પણ કહ્યું કે, મેચ દરમિયાન જે થયુ તેમાં તેમણે હસ્તક્ષેપ ન કર્યો, પરંતુ મેચ સમાપ્ત થયા બાદ તેમને ખેલાડીઓનો બચાવ કરવાનો પૂરો અધિકાર છે. એક ન્યૂઝ એજન્સી સાથેના પોડકાસ્ટમાં ગૌતમ ગંભીરે કહ્યું કે, એક મેન્ટરના રૂપમાં કોઈ પણ આવીને મારા ખેલાડીઓ પર હાવી નહીં થઈ શકે. મારી ધારણા ખૂબ અલગ છે. જ્યાં સુધી મેચ ચાલી રહી હતી, મને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નહોતો.

એક વખત મેચ સમાપ્ત થયા બાદ જો કોઈ મારા ખેલાડીઓ સાથે તીખી બહેસ કરે છે તો મને તેનો બચાવ કરવાનો પૂરો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે સમાધાન થઈ ગયું અને હાલમાં જ સમાપ્ત થયેલા ICC વન-ડે વર્લ્ડ કપ દરમિયાન બંનેને મિત્રતાનો હાથ વધારતા જોવા મળ્યા હતા. નવીને ત્યારબાદ ખુલાસો કર્યો કે કેવી રીતે કોહલી સાથે પોતાના ઝઘડાને સમાપ્ત કરવા માગતો હતો અને તે આ મામલે કેવી રીતે આગળ વધ્યો.

રસપ્રદ વાત એ છે કે આ પહેલી વખત નહોતું, જ્યારે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની એવી તીખી બહેસ થઈ હતી. ગૌતમ ગંભીર પોતાના રમતના દિવસોમાં IPL 2013 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આ સ્ટાર ખેલાડી સાથે પહેલા પણ ઝઘડો કરી ચૂક્યા છે. તો હાલમાં જ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ની એક મેચ દરમિયાન તેમનો ઝઘડો પૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંત સાથે થઈ હતી. આ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ દરમિયાન બંને ખેલાડી પરસ્પર ઝઘડી પડ્યા હતા અને બંને વચ્ચે ખૂબ બહેસ થઈ. ત્યારબાદ શ્રીસંતે સોશિયલ મીડિયા પર ખુલાસો કરીને જણાવ્યું હતું કે ગંભીરે મેચ દરમિયાન તેને ફિક્સર કહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp